+

આ શું થઇ રહ્યું છે...! રાજ્યમાં હાર્ટએટેકથી શિક્ષિકા સહિત વધુ ત્રણ લોકોનાં મોત- Gujarat Post

સુરતઃ ગુજરાતમાં કોરોના બાદ નાની વયે હાર્ટ અટેકથી મોતના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક શિક્ષિકા સહિત કુલ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત થઇ ગયા છે. મહેસાણા દેદ

સુરતઃ ગુજરાતમાં કોરોના બાદ નાની વયે હાર્ટ અટેકથી મોતના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક શિક્ષિકા સહિત કુલ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત થઇ ગયા છે.

મહેસાણા દેદિયસનની આર.જે.સ્કૂલની 22 વર્ષીય શિક્ષિકા ગરબે રમીને ઘરે પરત ફરતી હતી તે સમયે હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતુ, નવરાત્રિને લઇને સ્કૂલમાં શનિવારે પ્રિ નવરાત્રિ સેલિબ્રેશન હતું. ઋચિકા શાહ નામની શિક્ષિકા આ સેલેબ્રશનમાં ગયા હતા અને ગરબે ઘૂમીની પરત ઘરે આવતા હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવી જતાં 22 વર્ષિય શિક્ષિકા ઋચિકા શાહનું નિધન થતાં પરિવાર સહિત સાથી શિક્ષકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં નવરાત્રિ માટે માતાજીની મૂર્તિ લેવા ગયેલા 28 વર્ષીય અમર કિશોરભાઈ રાઠોડ નામના યુવાનનું હાર્ટ અટેકમાં મોત થયું છે. તેઓ હીરા કંપનીમાં કામ કરતા હતા. તેમના પરિવારમાં એક પુત્ર અને પત્ની છે. યુવકના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો, પત્નીએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.

વડોદરાના પાદરામાં યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે, પાદરાના અરિહંત કોમ્પલેક્ષમાં સેન્ડવીચની દુકાનમાં જ
યુવક અચાનક ઢળી પડ્યો હતો, બાદમાં તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ત્યારે લોકોએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી બની ગયું છે. હાર્ટએટેકના વધતા કિસ્સાઓથી ચિંતા વધી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter