પાકિસ્તાની હુમલામાં 3 અફઘાન ક્રિકેટરોનાં મોત, પાક સેનાએ પક્તિકામાં આકાશમાંથી બોમ્બ વરસાવ્યાં

10:01 AM Oct 18, 2025 | gujaratpost

અફઘાનિસ્તાનઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે. શુક્રવારે બંને દેશોએ 48 કલાકના યુદ્ધવિરામને લંબાવવા સંમતિ આપી હતી. પરંતુ થોડા કલાકો પછી તાલિબાને પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કર્યાં હતા.પાકિસ્તાને ડ્યુરન્ડ લાઇનને અડીને આવેલા પક્તિકા પ્રાંતના જિલ્લાઓમાં હવાઈ હુમલા શરૂ કર્યા હતા. 

આ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો માર્યા ગયા છે. આ દુ:ખદ ઘટના પક્તિકા પ્રાંતના ઉર્ગુન જિલ્લામાં બની હતી, જ્યાં પાકિસ્તાની દળોના હુમલામાં અફઘાન ક્રિકેટરો કબીર, સિબગતુલ્લાહ અને હારૂન સહિત કુલ 8 લોકો માર્યા ગયા હતા અને 7 અન્ય ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ પાકિસ્તાની હુમલામાં તેના ત્રણ ક્રિકેટરોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. 

અહેવાલો અનુસાર ખેલાડીઓ એક મૈત્રીપૂર્ણ મેચ રમવા માટે પક્તિકાની રાજધાની શરણામાં ગયા હતા. ઘરે પાછા ફર્યા પછી ઉર્ગુન જિલ્લામાં એક મેળાવડા દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. 

અફઘાન ક્રિકેટ બોર્ડે આ ઘટનાને ખેલ જગત અને અફઘાનિસ્તાનના ક્રિકેટ પરિવાર માટે મોટું નુકસાન ગણાવ્યું છે. બોર્ડે શહીદોના પરિવારો અને પક્તિકાના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

આ દુ:ખદ ઘટના બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી ત્રિકોણીય T20 શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે, જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થયો હતો. આ શ્રેણી નવેમ્બરના અંતમાં રમવાની હતી. 

બોર્ડે એક નિવેદનમાં કહ્યું, અલ્લાહ (SWT) શહીદોને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જો આપે, ઘાયલોને ઝડપથી સ્વસ્થ થાય અને આ મુશ્કેલ સમયમાં પરિવારોને ધીરજ અને શક્તિ આપે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++