+

સુરતઃ હાર્ટએટેકથી હાહાકાર, એક જ સોસાયટીમાં બે લોકોનાં મોતથી શોકનો માહોલ- Gujarat Post

(પ્રતિકાત્મક તસવીર) સુરતઃ ગુજરાતમાં છેલ્લા થોડા સપ્તાહથી યુવાનોમાં હાર્ટએટેકથી મોતના કેસ વધી ગયા છે. બે દિવસ પહેલા જ જામનગરના નામાંકિત  હૃદયરોગ નિષ્ણાત ડો. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી નિધન થયું

(પ્રતિકાત્મક તસવીર)

સુરતઃ ગુજરાતમાં છેલ્લા થોડા સપ્તાહથી યુવાનોમાં હાર્ટએટેકથી મોતના કેસ વધી ગયા છે. બે દિવસ પહેલા જ જામનગરના નામાંકિત  હૃદયરોગ નિષ્ણાત ડો. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. આ સમાચાર તાજા છે ત્યાં ફરી એક વખત ડાયમંડનગરી સુરતમાં એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટએટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યાં છે.

સુરતના વરાછાના ખોડિયાર નગરમાં રહેતા 18 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. કમલેશ નામના યુવકને વહેલી સવારે ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. કમલેશ બેભાન થઈ જતા તેને પરિવારના સદસ્યો દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. કમલેશને કોઈ પણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. કમલેશનું અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બીજી તરફ, ખોડિયાર નગરમાં જ રહેતા 45 વર્ષીય નઝીફ ખાનનું વહેલી સવારે હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે.

નઝીફ ખાનને સાંજે છાતીના ભાગે દુખાવો થયો હતો. રાત્રે ઊંઘ્યા બાદ સવારે તેઓ ઊંઘમાંથી જાગ્યા જ ન હતા. તેથી પરિવારના સદસ્યો દ્વારા તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ફરજ  પરના હાજર તબીબોએ નઝીફને મૃત જાહેર કર્યાં હતા. નઝીફ ખાનને પણ કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. એક જ સોસાયટીમાં બે લોકોના હાર્ટએટેકના કારણે મોતથી શોકનો માહોલ છવાઈ ગયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter