આ કાર જ્યાંથી મળી તે વિસ્તારમાં અનેક અધિકારીઓના ફાર્મહાઉસ આવેલા છે
કેન્દ્રીય તપાસ સંસ્થાઓ દ્વારા મધ્યપ્રદેશના જુદા-જુદા વિસ્તારોમાં કાર્યવાહી ચાલી રહી છે
ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભોપાલની નજીકના મેંડોરીના જંગલમાંથી બિનવારસી કારમાંથી આવકવેરા અધિકારીઓને 40 કરોડ રુપિયાનું અંદાજે 55 કિલો સોનું અને 15 કરોડ રુપિયા રોકડા મળી આવ્યાં હતા. આટલો મોટો જથ્થો મળતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
આ કાર પરિવહન વિભાગના ભૂતપૂર્વ અધિકારી સૌરભ શર્માના ભાગીદાર ચેતન ગૌરની હોવાનું સામે આવ્યું છે. આઇટી વિભાગ સૌરભ શર્માને ત્યાંથી 4 કરોડ રોકડા પકડી ચૂક્યું છે. રાજ્યમાં હાલમાં આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલુ છે. આ ક્રમમાં આવકવેરા વિભાગે બિલ્ડરના ભોપાલ, ગ્વાલિયર અને ઇન્દોરમાં કેટલાય સ્થળો પર દરોડા પાડ્યાં છે.તેની સાથે પરિવહન વિભાગના પૂર્વ અધિકારી સૌરભ શર્માને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યં છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પ્રિયંકા શુક્લાએ જણાવ્યું કે રતિબાદ પોલીસ સ્ટેશનમાં બાતમીદારે જણાવ્યું હતું કે કુશલપુરા રસ્તા પર લાંબા સમયથી ઇનોવા ક્રિસ્ટા બિનવારસી હાલતમાં પડી છે. તેમા સાતથી આઠ બેગ છે. તેને પગલે અમારી ટીમ ત્યાં પહોંચી હતી, આ બેગમાંથી સોનું અને રોકડા મળતા અમને લાગ્યું કે હાલમાં આવકવેરા વિભાગ દ્વારા ચાલતી કાર્યવાહીના સદર્ભમાં જ આ કાર આ રીતે છોડાઈ છે, તેથી અમે તેમને જણાવ્યું. આવકવેરા વિભાગના અધિકારીઓએ પોલીસની ટુકડીની સાથે જંગલમાંથી ગાડી જપ્ત કરી હતી. તેમાથી ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીની કેપ પણ મળી હતી.કારમાં મેક અપનો સામાન પણ મળ્યો છે. હાલમાં પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++