+

સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ

સુરતઃ શહેરના કડોદરા વિસ્તારમાંથી 11 વર્ષની બાળકી 18 માર્ચના રોજ ગુમ થઈ હતી. ચાર દિવસ બાદ બાળકીની લાશ ઘરથી થોડે દૂરથી મળી આવી હતી. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ બાળકી પર બળાત્કાર થયો હોવાનું બહાર આવ્યું હતુ

સુરતઃ શહેરના કડોદરા વિસ્તારમાંથી 11 વર્ષની બાળકી 18 માર્ચના રોજ ગુમ થઈ હતી. ચાર દિવસ બાદ બાળકીની લાશ ઘરથી થોડે દૂરથી મળી આવી હતી. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ બાળકી પર બળાત્કાર થયો હોવાનું બહાર આવ્યું હતું. આ પછી પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસે બાળકી પર બળાત્કાર અને પછી હત્યા કરવાના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતા મજૂર પરિવારની 10 થી 11 વર્ષની બાળકી ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ 18 માર્ચની સાંજે પોલીસને બાળકીના ગુમ થયાની ફરિયાદ કરી હતી. ગુમ થયાના પાંચ દિવસ પછી બાળકીનો મૃતદેહ તેના નિવાસસ્થાનથી માત્ર 600 મીટર દૂર ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.

બળાત્કાર બાદ માસૂમ બાળકીની હત્યા

11 વર્ષની બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના આ કેસને ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે લગભગ 600 ઘરોમાં તપાસ કરી હતી. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ એ જ બિલ્ડિંગમાં રહેતા હતા જેમાં બાળકી તેના માતા-પિતા સાથે રહેતી હતી.

બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેની હત્યા કરવામાં આવી હતી

સુરત ગ્રામ્ય પોલીસના જણાવ્યાં અનુસાર 18 માર્ચે બપોરે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક પરિવારની 11 વર્ષની બાળકી ગુમ થઈ હતી. પરિવારજનોએ રાત્રે 9 વાગ્યે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 23 માર્ચે બાળકીનો મૃતદેહ તેના ઘરથી થોડે દૂર મળી આવ્યો હતો.

એસપીના જણાવ્યાં અનુસાર તબીબી પ્રાથમિક રિપોર્ટની ડૉક્ટર સાથે ચર્ચા કર્યાં બાદ અને બાળકી પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હોવાની પુષ્ટિ કર્યાં પછી આ કેસની જવાબદારી IPS પ્રતિભાને સોંપવામાં આવી હતી. આ કેસમાં જિલ્લા પોલીસની 15 થી વધુ ટીમો તૈનાત કરવામાં આવી હતી. સીસીટીવી, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને 600 થી વધુ ઘરોનો સર્વે કરીને બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી.

બાળકી મીઠી આમલી ખાવા ગઈ હતી

એસપીએ જણાવ્યું કે બેમાંથી એક આરોપી સવારની પાળી પર હતો. તે કામ પર ગયો ન હતો. બીજો આરોપી નાઇટ શિફ્ટમાં હતો. તે પણ ઘરે હતો. બપોરે બંને બેઠા હતા. બાળકી મીઠી આમલી ખાવા રમતા રમતા ત્યાં ગઈ હતી. તેને એકલી હોવાનો લાભ લઈ બંનેએ તેનું મોં દબાવ્યું હતું. તેઓ તેને લઈ ગયા, બે-ત્રણ વાર થપ્પડ મારી અને બળાત્કાર ગુજાર્યો હતો. પકડાઈ ન જાય તે માટે બાળકીની હત્યા કરવામાં આવી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter