અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યું ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ સોનાની દાણચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. ટીમે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકની હોટલમાંથી સોનાની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. DRIએ 24 કેરેટનું 10.32 કિલો સોનું જપ્ત કર્યું છે, જેની કિંમત અંદાજિત 7.75 કરોડ રૂપિયા છે.
ડીઆરઆઈના અધિકારીઓએ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અબુધાબીથી આવી રહેલા બે મુસાફરોને ગુપ્ત રીતે પીછો કર્યો હતો. એરપોર્ટ પર તેની સાથે અન્ય બે વ્યક્તિઓ હતી. DRIના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ વિસ્તાર નજીક એક હોટલ પાસે મુસાફરો અને રિસીવરને રોક્યાં હતા.
ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી
ચોક્કસ બાતમીને આધારે આ મુસાફરોની શોધખોળ હાથ ધરી હતી. દાણચોરીમાં તેઓના આંતરવસ્ત્રોમાં છુપાવેલી સોનાની પેસ્ટ મળી આવી હતી. આ પછી ડીઆરઆઈના અધિકારીઓની ટીમે જે હોટલમાં સિન્ડિકેટના અન્ય સભ્યો રોકાયા હતા ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ગેંગ 4 મહિનાથી સક્રિય હતી, તામિલનાડુ સુધી જોડાયેલા છે તાર
અધિકારીઓએ આરોપી પાસેથી 5.5 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા સોનાનો કુલ જથ્થો 10.32 કિલો હતો, જેની અંદાજિત કિંમત 7.75 કરોડ રૂપિયા છે. ગેંગના સભ્યોએ દુબઈ અને અબુ ધાબીથી સોનાની પેસ્ટની દાણચોરી કરી અમદાવાદમાં તેમના હેન્ડલરને સોંપી હોવાનું કબૂલ્યું છે.
મુખ્ય ઓપરેટર સહિત તમામ 10 સભ્યો દાણચોરીમાં સામેલ હતા, તેમની DRI દ્વારા કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ ચેન્નાઈની ગોલ્ડ કેરિયર ગેંગ સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે, જે અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ કરતી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526