+

ખેરાલુ બાદ હવે પાદરાના ભોજ ગામમાં અસામાજિક તત્વો બેફામ, ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો, 7 લોકો ઘાયલ

પથ્થરમારામાં મહિલાઓ થઇ ઘાયલ પોલીસે સ્થિતી પર મેળવ્યો કાબૂ કોઇ ખોટી અફવાઓમાં આવશો નહીં વડોદરાઃ ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 32 લોકો સામે ગુનો દાખલ કરાયો છે અને તેમાંથી

પથ્થરમારામાં મહિલાઓ થઇ ઘાયલ

પોલીસે સ્થિતી પર મેળવ્યો કાબૂ

કોઇ ખોટી અફવાઓમાં આવશો નહીં

વડોદરાઃ ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 32 લોકો સામે ગુનો દાખલ કરાયો છે અને તેમાંથી કેટલાકની ધરપકડ કરીને કોમ્બિંગ હાથ ધરાયું છે, બીજી તરફ આજે પાદરના ભોજ ગામમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરાતા અફડાતફડી મચી ગઇ હતી, અહીં 7 જેટલા લોકો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતી કાબૂમાં લીધી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. એક તરફ આજે દેશમાં દિવાળીનો માહોલ છે, અયોધ્યામાં ભગવાન રામના મંદિરનો અભિષેક કરાયો છે, ભગવાન રામને લઇને ઉજવણીનો માહોલ છે, બીજી તરફ કેટલાક અસામાજિક તત્વો બેફામ બનીને વાતાવરણ તંગ બનાવી રહ્યાં છે, ત્યારે આ સમયે સૌ કોઇએ શાંતિ જાળવવી જોઇએ.

વડાપ્રધાન મોદીએ આજે શ્રીરામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, આ સમયે અનેક સાધુ સંતો અને હસ્તીઓ ઉપસ્થિત રહ્યાં હતા, સદીઓ બાદ હવે ભગવાન રામ તંબુમાંથી મંદિરમાં બિરાજમાન થયા છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter