Upcoming IPO: શેરબજારમાં હજુ પણ નવા IPOની પ્રક્રિયા ચાલી રહી છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો IPO સપ્ટેમ્બર મહિનામાં હેડલાઇન્સ બન્યો હતો. હવે ઓક્ટોબર મહિનામાં ઘણી મોટી કંપનીઓના IPO પણ આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે તેમણે IPOમાં રોકાણ કરવા માટે તૈયાર રહેવું જોઇએ.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા, સ્વિગી અને એનટીપીસી ગ્રીન એનર્જી જેવા આઈપીઓ આગામી બે મહિનામાં રોકાણ માટે ખુલવા જઈ રહ્યાં છે. આ IPOની લોન્ચિંગ તારીખ હજુ આવી નથી, પરંતુ તે પહેલાથી જ ચર્ચામાં આવી ચુક્યાં છે. મર્ચન્ટ બેન્કરે જણાવ્યું કે આ તમામ મોટી કંપનીઓ કુલ રૂ. 60,000 કરોડનો IPO બહાર પાડશે.
આ તમામ કંપનીઓ ઉપરાંત Afcons Infrastructure, Waaree Energies, Niva Bupa Health Insurance, One Mobikwik Systems અને Garuda Constructionનો IPO પણ આવી રહ્યો છે.
ઇક્વિરસના મેનેજિંગ ડિરેક્ટર અને ઇક્વિટી કેપિટલ માર્કેટના વડા મુનીશ અગ્રવાલે જણાવ્યું કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં 30 મોટા IPOની અપેક્ષા છે. આ IPO તમામ ક્ષેત્રો અને સોદાના કદનો હશે. આ IPOમાં ફ્રેશ ઈશ્યુની સાથે વેચાણ માટે ઓફર પણ હશે.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા આઈપીઓ
દક્ષિણ કોરિયાની હ્યુન્ડાઈ મોટરની ભારતીય પેટાકંપની Hyundai Motor India Ltdનો સૌથી મોટો IPO આવવાનો છે. કંપની આ IPO દ્વારા 25,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. અગાઉ લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC)નો IPO સૌથી મોટો માનવામાં આવતો હતો.
હ્યુન્ડાઈનો આઈપીઓ સંપૂર્ણ રીતે એક ઓફર ફોર સેલ હશે. તેમાં કંપની ઓફર ફોર સેલ દ્વારા 14,21,94,700 શેર વેચશે. તેનો અર્થ એ છે કે તેમાં કોઈ નવો ઈશ્યૂ્ં આપવામાં આવશે નહીં.
સ્વિગી આઈપીઓ
ઇન્સ્ટન્ટ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની Swiggy પણ IPO લાવવા જઈ રહી છે. કંપનીએ સેબી પાસેથી તેની મંજૂરી મેળવી લીધી છે. સ્વિગીએ કહ્યું કે તે આ IPO દ્વારા 10,414 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ IPOમાં 18.52 કરોડ શેર ઓફર ફોર સેલ દ્વારા અને 3,750 શેર ફ્રેશ ઈશ્યૂં દ્વારા ઈશ્યૂં કરવામાં આવશે.
NTPC ગ્રીન એનર્જી IPO
NTPCની રિન્યુએબલ એનર્જી કંપની NTPC ગ્રીન એનર્જીનો IPO ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. આ IPO નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રોકાણ માટે ખુલશે. કંપની આ IPO દ્વારા 10,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે
આ IPO આવી રહ્યાં છે
કન્સ્ટ્રક્શન કંપની Afcons Infrastructureનો IPO પણ આવી રહ્યો છે. આ IPOમાં ફ્રેશ ઈશ્યૂં સાથે ઓફર ફોર સેલ માટે શેર પણ ઈસ્યૂં કરવામાં આવશે.
નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ રૂ. 3,000 કરોડનો આઈપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
Fintech કંપની Mobikwik Systems પણ તેનો IPO લાવવાની યોજના બનાવી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526