+

વર્ષના અંતિમ દિવસે ગુજરાતમાં પલટાયેલું હવામાન: સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું, ખેડૂતોમાં ચિંતા

અમદાવાદ: વર્ષ 2025ના છેલ્લા દિવસે ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, શિયાળાની મધ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસા

અમદાવાદ: વર્ષ 2025ના છેલ્લા દિવસે ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, શિયાળાની મધ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (માવઠું) થયું છે. આ માવઠાને કારણે આગામી બે દિવસમાં રાજ્યમાં ઠંડીનો પારો હજુ પણ નીચે જવાની શક્યતા છે.

આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકામાં દ્વારકા, કલ્યાણપુર અને નજીકના ગામોમાં કમોસમી વરસાદે દસ્તક દીધી હતા.હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, કચ્છ જિલ્લામાં પણ હળવા વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે.

ભર શિયાળે વરસેલા આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને ચણા અને જીરું જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, અમદાવાદ સહિતના શહેરોમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો અને પ્રદૂષણના સ્તરમાં પણ વધારો નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કલાકોમાં પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો હળવો વરસાદ ચાલુ રહી શકે છે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે ઠંડીનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે.

facebook twitter