વોંશિગ્ટનઃ ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું છે.મહિલાઓ, શાંતિ અને સુરક્ષા પર ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનના ખોટા દાવાઓનો પર્દાફાશ કર્યો છે. યુએન સુરક્ષા પરિષદની ચર્ચામાં બોલતા યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું છે.
મહિલાઓ પર સામૂહિક બળાત્કાર અને હત્યાઓ
ભારતીય રાજદૂત હરીશે 1971માં પાકિસ્તાને ઓપરેશન સર્ચલાઇટ કેવી રીતે હાથ ધર્યું હતું તેના પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં પાકિસ્તાનની પોતાની સેના દ્વારા હજારો મહિલાઓની હત્યા અને સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યાં હતા.પાકિસ્તાન ખોટા કામો કરે છે અને દુનિયાનું ધ્યાન ભટકાવી રહ્યું છે.
પાકિસ્તાન પોતાના જ લોકો પર બોમ્બમારો કરે છે
પાકિસ્તાને પોતાના જ લોકો પર બોમ્બમારો કર્યો છે, જેમાં અનેક લોકોનાં મોત થઇ ગયા છે, પાકિસ્તાન માનવ અધિકારોનું હનન કરી છે અને લોકો પર અત્યાચાર કરે છે.
ભારતે આ ટિપ્પણી કેમ કરી ?
કાઉન્સેલર સૈમા સલીમ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં ભારતે વાક કરી હતી. જે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી મિશનનો ભાગ છે. ઠરાવ 1325 ના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મહિલાઓની સુરક્ષા, શાંતિ- સુરક્ષા પર યુએન સુરક્ષા પરિષદની ચર્ચા યોજાઈ હતી.
જયશંકરે અગાઉ પાકિસ્તાનની ટીકા કરી હતી
સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના તેની આકરી ટીકા કરી હતી. ભારત આઝાદી પછીથી આ પડકારનો સામનો કરી રહ્યું છે. કારણ કે તેનો પાડોશી દેશ વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/