રાજકોટ થયું રક્તરંજિત, બે સગા ભાઈઓ સહિત ત્રણની હત્યાથી શહેરમાં ખળભળાટ- Gujart Post

11:06 AM Oct 20, 2025 | gujaratpost

મૃતક સગાભાઈઓ મજૂરી કામેથી પરત ફરતા હતા

બંને દીકરાઓ અને પુત્રવધૂ પર છરી વડે હુમલો કર્યો

રાજકોટઃ દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટના આંબેડકરનગર વિસ્તારમાં એક નાની બાબતને લઈને ત્રણ લોકોની હત્યા થતાં આખા શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. કાળી ચૌદશની મોડી રાત્રે વાહન અથડાવવા જેવી બાબતમાં બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બે સગા ભાઈઓ સુરેશ વશરામ પરમાર (ઉંમર 45) અને વિજય વશરામ પરમાર (ઉંમર 40 વર્ષ) ની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

Trending :

આ હુમલો કરનાર જૂથના અરુણ બારોટ નામના શખ્સની પણ હત્યા થઇ હતી. એક સાથે ત્રણ હત્યા થવાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો રાત્રે ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો.

મૃતક બંને ભાઈઓના પિતાએ જણાવ્યું કે તેમના બંને દીકરાઓ મજૂરી કરીને રાત્રે ઘરે પાછા ફરતા હતા ત્યારે રાત્રે 10:30 થી 11:00 વાગ્યાની આસપાસ તેમનું વાહન અથડાયું હતું. તેમને સામે જોઈને વાહન ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી, જે પછી સામેવાળા લોકોએ તેમના બંને દીકરાઓ અને પુત્રવધૂ પર છરી વડે હુમલો કર્યો, જેમાં બંને દીકરાઓનાં મોત થયા હતા. હાલમાં પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.