થાઇલેન્ડની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધી 23 લોકોનાં મોત

12:02 PM Jan 18, 2024 | gujaratpost

થાઇલેન્ડઃ એક મોટી દુર્ઘટનામાં 23 લોકોનાં મોત થઇ ગયા છે અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બેંગકોકથી 70 કિ.મીના અંતરે સુફાન બુરીમાં આ દુર્ઘટના બની છે. અહીં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક જ આગ લાગી હતી, બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો.

બ્લાસ્ટ બાદ ફાયર ફાઇટર અને પોલીસની ટીમો અહીં પહોંચી ગઇ હતી, મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં છે અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

બ્લાસ્ટથી અફડા તફડીનો માહોલ

લોકોમાં દોડધામ મચી ગઇ, બચાવ કામગીરી ચાલુ

સુફાન બુરી પ્રાંતના ગવર્નર નટ્ટપત સુવાનપ્રતીપે જણાવ્યું આ ઘટનાની પુષ્ટી કરીને મૃતકો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે, નોંધનિય છે કે આ જ ફેક્ટરીમાં પહેલા પણ આવી રીતે જ મોટી દુર્ઘટના થઇ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post