+

સુરતઃ પ્રેમી બન્યો પાગલ.... લગ્ન બીજી જગ્યાએ કરવાની વાત આવતા પ્રેમિકાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી

સુરતઃ ફરી એક વખત સુરતમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની છે. અગાઉ એક તરફી પ્રેમમાં ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં જ હત્યા કરી નાખી હતી, હવે આવો જ કિસ્સો શહેરમાં સામે આવ્યો છે, સચિન જીઆઇડીસી વિસ્તારમાં યુવક-યુવ

સુરતઃ ફરી એક વખત સુરતમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની છે. અગાઉ એક તરફી પ્રેમમાં ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં જ હત્યા કરી નાખી હતી, હવે આવો જ કિસ્સો શહેરમાં સામે આવ્યો છે, સચિન જીઆઇડીસી વિસ્તારમાં યુવક-યુવતી ત્રણ વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા. પ્રેમિકાએ પોતાના લગ્ન બીજે થવાના છે તેવી વાત કરતા જ પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો અને તેને જાહેરમાં જ છરીના ઘા મારીને પ્રેમિકાની હત્યા કરી નાખી છે.

શૈલેષ વિશ્વકર્મા અને મૃતક નીલુ વિશ્વકર્મા એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ નીલુના લગ્ન અન્ય કોઇ જગ્યાએ થવાની વાત સાંભળતા જ પ્રેમી શૈલેષ પાગલ બની ગયો હતો અને તેને છરીના ઘા મારીને નીલુની હત્યા કરી નાખી હતી. આ બંને પાડોશમાં જ રહેતા અને ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ નીલુના લગ્નની વાત આરોપી શૈલેષને ગમી નહીં અને તેને છરીથી તેની હત્યા કરી નાખી.

પોલીસે આરોપી શૈલેષની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે, મૃતકનો પરિવાર આ ઘટનાથી આઘાતમાં છે અને આરોપીને કડક સજા મળે તેવી માંગ કરી રહ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter