+

મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે

સુરતઃ થોડા સમય પહેલા એક મહિલા પોલીસ કર્મચારીએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હતી, હવે સુરતમાં આત્મહત્યાનો એક  કિસ્સો સામે આવ્યો છે. સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 25 વર્ષીય વર્ષાબેન ચૌધરી નામ

સુરતઃ થોડા સમય પહેલા એક મહિલા પોલીસ કર્મચારીએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હતી, હવે સુરતમાં આત્મહત્યાનો એક  કિસ્સો સામે આવ્યો છે. સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 25 વર્ષીય વર્ષાબેન ચૌધરી નામના મહિલા પોલીસ કોન્સ્ટેબલે મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, મૃતક પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી હતી, જેમાં લખ્યું છે મે તેના પર વિશ્વાસ કર્યો તે મારી સૌથી મોટી ભૂલ હતી. તેમને પોતાની માતાને ઉદ્દેશીને આ નોટ લખી હતી, પરંતુ આ મામલે હજુ ખાસ સ્પષ્ટતા સામે આવી નથી, તેમની સાથે કોને વિશ્વાસઘાત કર્યો છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે તેમનો મૃતદેહ પંખા પરથી નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો, ત્યાર બાદ તેમના પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો, તેમની અંતિમવિધી ગાર્ડ ઓફ ઓનર આપીને કરી દેવાઇ છે, પોલીસે હવે તેમની આત્મહત્યા પાછળ કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. બીજી તરફ મૃતકના પરિવારજનો આક્રોશમાં છે અને તેમને પોલીસ પાસે માંગ કરી છે કે ગુનેગારને કડકમાં કડક સજા થવી જોઇએ.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter