IT raid news: ઐશ્વર્યા ગ્રુપ પરના દરોડામાં રૂ.500 કરોડના બેનામી વ્યવહારો ખુલ્યાં, ટેક્સચોરીનો આંકડો હજુ વધશે

12:21 PM May 10, 2024 | gujaratpost

સુરતઃ આઇટી વિભાભના 100 જેટલા અધિકારીઓ દ્વારા સુરતમાં રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી 500 કરોડથી વધુના બેનામી વ્યવહારો ખુલ્યાં છે. ઐશ્વર્યા હેલ્થકેર અને તેના ગ્રુપના 12 સ્થળોએ દરોડા થયા છે, મોરબીમાં સિરામીકની ફેક્ટરીઓ સાથેના વ્યવહારો ઝડપાયા છે, પટનામાં ચાલતી 8 જેટલી કંપનીઓના પણ ગોટાળા સામે આવ્યાં છે.

આઇટીએ પાંચ બેંક લોકર સિલ કર્યાં છે અને કરોડો રૂપિયાની જ્વેલરી પણ જપ્ત કરી છે. ઐશ્વર્યા ગ્રુપના ડિરેક્ટરો ગુનજીત નાયર, નીરજ નાયર, શાંતિ શર્માએ કરોડો રૂપિયાના બેનામી વ્યવહરો કર્યાં છે, અનેક કંપનીઓ સાથે મળીને આ લોકો ટેક્સચોરી કરી છે.

મોરબી સિરામીક કંપનીઓ સાથેના તેમના હવાલાની વિગતો પણ ઇન્કમટેક્સને મળી આવી છે, જેને લઇને તપાસનો ધમધમાટ છે, હજુ આ રેડમાં ટેક્સ ચોરીનો આંકડો વધી શકે છે.

નોંધનિય છે કે કુલ 12 જગ્યાએ આઇટી વિભાગના 100 થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે, લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં આ પહેલી ઇન્કમટેક્સ વિભાગની મોટી રેડ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526