ધોરણ-9 માં ભણતા હીરાના વેપારીના પુત્રએ લગાવી મોતની છલાંગ
પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
સુરતઃ સીટી લાઈટ વિસ્તારમાં રહેતા હીરાના વેપારીના પુત્રએ નવમાં માળેથી મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે. આપઘાતનું કારણ હજુ અંકબંધ છે. તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. કિશોરે ભરેલા આ પગલાંને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.
મૃતક આર્યન હીરાના વેપારી જીગર વિદાનીનો પુત્ર
ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
શહેરના સિટી લાઈટ વિસ્તારમાં રહેતા હીરાના વેપારી જીગર વિદાનીનો પુત્ર આર્યન ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો.તે શાળાથી આવ્યાં બાદ પોતાના મકાનના નવમા માળેથી નીચે પટકાયો હતો. જેને કારણે તેના શરીર પર ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું કરુણ મોત થયું હતું. આપઘાત કરનાર કિશોર સુરતના નામી ઉધોગપતિ ચંદ્રાકાર સંઘવીનો દોહત્ર હોવાનું હતો. સુરતની ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો