એસીબીમાં સીસીટીવી સાથે ફરિયાદ આપવામાં આવી
એક કોન્ટ્રાક્ટરે આપી ફરિયાદ
સુરતઃ શહેરમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે એસીબીમાં ફરિયાદ થઇ છે, તે મુજબ આ બંનેએ ફરિયાદી પાસે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. સુરત શહેરમાં આવેલા પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આ સનસનીખેજ આક્ષેપો કરતા ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ એસીબીમાં આ ફરિયાદ આપવામાં આવી છે અને તેમાં મહત્વના સીસીટીવી પણ જાહેર કરવામાં આવ્યાં છે. જે સીસીટીવી લાંચ માંગવા આવેલા કોર્પોરેટરના હોવાનો દાવો થયો છે, જો કે અમે તેને સમર્થન આપતા નથી.
ફરિયાદીના આક્ષેપો છે કે આ બંને કોર્પોરેટરોએ મારી પાસે રૂપિયા 10 લાખની લાંચ માંગી છે અને તેમની સામે એસીબીએ કાર્યવાહી કરવી જોઇએ. ત્યારે હાલમાં તો આ વિષય સુરતની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/