+

વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું

સાબરકાંઠાઃ ગત 30 એપ્રિલના રોજ હિંમતનગરના રામનગરમાં એક નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની સનસનીખેજ હત્યા કરી નાખવામાં આવી હતી, આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે, ઘરની વહુ એ જ તેમના સાસુ-સસરાની હત્યા

સાબરકાંઠાઃ ગત 30 એપ્રિલના રોજ હિંમતનગરના રામનગરમાં એક નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની સનસનીખેજ
હત્યા કરી નાખવામાં આવી હતી, આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે, ઘરની વહુ એ જ તેમના સાસુ-સસરાની હત્યા માટે 10 લાખ રૂપિયાની સોપારી આપી હતી.

પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી, સોપારી આપનારી વહુએ અને પૌત્રએ સાસુનું ગળુ દબાવી રાખ્યું હતુ અને વિપુલસિંહે ચાકુથી તેમની હત્યા કરી નાખી હતી.

આ કેસમાં 23 વર્ષીય હેત પટેલ કોન્ટ્રાક્ટ કિલર હતો. પોલીસે ચાર લોકોને ઝડપીને 30 લાખ રૂપિયાની રોકડ અને 83 લાખ રૂપિયાના દાગીના જપ્ત કર્યાં, આરોપી વહુનું કહેવું છે કે આ બંને અમને માનસિક ત્રાસ આપતા હોવાથી તેમની હત્યા કરી નાખી હતી.

શું હતો સમગ્ર મામલો ?

ગત 30 એપ્રિલના રોજ રામગરમાં રહેતા વિક્રમસિંહ ભાટી, તેમના પત્ની કુંબરબા ભાટીની લૂંટના ઇરાદે તેમના જ ઘરમાં હત્યા કરાઇ હોવાની વાત પોલીસને મળી હતી. પોલીસને ઘરમાં કેટલાક પૂરાવાનો નાશ કરાયો હોવાનું લાગી આવતા વહુ મિત્તલ કુમારીની પૂછપરછ કરતા તે પડી ભાંગી હતી અને ગુનો કબૂલી લીધો હતો, તેમને પૌત્રના નજીકના હેત પટેલને સોપારી આપી હતી, હેત અને વિપુલસિંહ બંને ઘરે આવ્યાં હતા અને સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો, વહુએ હત્યા માટે વપરાયેલું ચાકુ પણ આપ્યું હતુ. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter