ગાંધીનગરઃ થોડા દિવસ પહેલા કોંગ્રેસની ઝાટકણી કાઢીને પાર્ટી છોડનારા રોહન ગુપ્તાએ હવે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. તેમને કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ટિકીટ આપી હતી, પરંતુ પિતાની તબિયતની વાત લાવીને તેમને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ આ બેઠક પર કોંગ્રેસે અન્ય નેતાને ટિકિટ આપી હતી.
કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓ સાથે રોહન ગુપ્તાના ધંધાકીય હિતો છે અને તેઓ ભાજપ માટે કામ કરી રહ્યાં છે, જો કે આ તમામ આરોપ રોહન ગુપ્તાએ ફગાવી દીધા હતા. રોહન ગુપ્તાને કોંગ્રેસે રાષ્ટ્રીય પ્રવક્તા જેવા અનેક મહત્વના પદો પર જવાબદારી આપી હતી.
હવે રોહન ગુપ્તાએ ભાજપના દિગ્ગજ નેતા હરદીપસિંહ પૂરીના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જોવું રહ્યું કે કોંગ્રેસના નેતાઓ આ મામલે હવે શું બોલે છે, સાથે જ ભાજપ તેમને શું કામગીરી આપે છે તેના પર સૌ કોઇની નજર છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
#WATCH | Delhi | After joining BJP, Rohan Gupta says," "How many contradictions can be there? There is a communication in charge who has 'Ram' in his name, he told us to keep quiet when Sanatan (Dharma) was being insulted...An alliance using the country's name was made but 'desh… pic.twitter.com/J9rHrVgc3B
— ANI (@ANI) April 11, 2024