ગુજરાતની 4 બેઠકો સહિત રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જાણો વધુ વિગતો

11:42 AM Jan 30, 2024 | gujaratpost

ગુજરાતની 4 બેઠકો સહિત રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી યોજાશે

27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે

ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી

ગાંધીનગરઃ ગુજરાતની ચાર બેઠકો સહિત દેશની 56 બેઠક પર 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. માર્ચ મહિનાના અંતમાં રાજ્યસભાના 4 સભ્યોની ટર્મ પૂરી થાય છે. જેમાં ગુજરાતમાંથી મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા, કોંગ્રેસના અમીબેન યાજ્ઞિક, નારણ રાઠવાનો સમાવેશ થાય છે.

56 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી

આંધ્ર પ્રદેશની 3, બિહારની 6, છત્તીસગઢની 1, ગુજરાતમાં 4, હરિયાણા-હિમાચલ પ્રદેશમાં 1-1, કર્ણાટકમાં 4, મધ્ય પ્રદેશમાં 5, મહારાષ્ટ્રમાં 6, તેલંગાણામાં 3, ઉત્તર પ્રદેશમાં 10, ઉત્તરાખંડમાં 1, પશ્ચિમ બંગાળમાં 5, ઓરિસ્સામાં 3, રાજસ્થાનમાં 3 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેને લઇને ચૂંટણીપંચે જાહેરાત કરી છે.

ભાજપ ગુજરાતમાંથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને રિપીટ કરે છે કે નહીં તેના પર સૌ કોઇની નજર છે. ગુજરાતમાં નવા ચહેરાઓનેે રાજ્યસભામાં લઇ જવામાં આવે તેવી શક્યતા છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post