બનાસકાંઠામાં મોદીની રેલીમાં ઉમટી જનમેદની, રેખા ચૌધરી, ભરતસિંહ ડાભી માટેના પ્રચારમાં કહી આ વાત
અહમદ પટેલનો પરિવાર પણ કોંગ્રેસને મત નહીં આપી શકે, ભાવનગરમાં રહેતા કોંગ્રેસના મોટા નેતા કોંગ્રેસને મત નહીં આપી શકે, આ કોંગ્રેસની દશા છેઃ PM મોદી
ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કા અંતર્ગત વોટિંગ થશે
બનાસકાંઠાઃ લોકસભા ચૂંટણીને લઈને પીએમ મોદી આજથી બે દિવસ ચૂંટણી પ્રવાસે માદરે વતન પધાર્યા છે. જે અંતર્ગત તેમણે બનાસકાંઠામાં વિજય વિશ્વાસ સભાને સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું, માં અંબાના ચરણોમાં ગુજરાતની પહેલી સભા સંબોધવાનું સૌભાગ્ય મળ્યું છે. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર આપ્યાં તે દિલ્હીમાં મને કામ લાગે છે. પહેલી સભા કર્મઠ બહેનોની ધરતી પર એક બહેન માટે પ્રચાર કરવાનો મોકો મળ્યો છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ આપણા માટે નવા સંકલ્પનો દિવસ છે. વિકસિત ભારત બનાવવામાં વિકસિત ગુજરાત બનાવવામાં કોઈ કમી નહી રહેવા દઈએ.
આપ સૌએ મને 2014માં દિલ્હી મોકલી દેશની સેવા કરવાની તક આપી હતી. 2014 પહેલા ગોટાળા, ભ્રષ્ટાચાર, નીતિ નિયમો પટારામાં પડ્યાં હતા, દેશના યુવાઓ પોતાના ભવિષ્યની ચિંતા કરી રહ્યાં હતા. આપે જેવી ટ્રેનિંગ અને શિક્ષા આપી તેમાં મે મહેનત કરવામાં ઉણપ નથી રાખી, સંકટની સ્થિતિમાંથી દેશને બહાર કાઢવાનો મે પ્રયાસ કર્યો.તમે પણ કહી શકો કે જે અપેક્ષાથી મોકલ્યો હતો તે પૂર્ણ કરી નવો વિશ્વાસ ઊભો કર્યો છે.
2019માં બધા માનતા હતા કે બીજી વાર સરકાર નહીં બને. 2019માં અમારી સરકાર ના બને માટે ઘણા ખેલ પણ થયા છતાં મજબૂત મેન્ડટ મળ્યો. 2024માં એક નવો સંકલ્પ લઇને આવ્યો છું. દેશના સમર્થનથી હું એક પૂજારી બન્યો છું, ગેરંટી આપવા માટે હિંમત જોઈએ. આવનારી ત્રીજી ટર્મમાં હું હિન્દુસ્તાનને દુનિયાની વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશ. ત્રીજીવાર સરકાર બનશે ત્યારે 100 દિવસોમાં શું કરવું તેનો પ્લાન તૈયાર છે.
રેક બુથ પર કમળ ખીલવવાનું છે. તમામ બેઠકો માત્ર જીતવાથી હું ખુશ નહીં થવાનો, દરેક પોલિંગ બુથ જીતવા છે,તેની શરૂઆત બનાસકાંઠા અને પાટણથી જીત સાથે થશે. બનાસકાંઠાના ઉમેદવાર રેખા ચૌધરી અને પાટણના ભરતસિંહ ડાભીને મત મળશે તે મોદીને મળશે. મોદીને મત મળશે એટલે ગેરંટી પાક્કી થઈ જશે. ગુજરાતે ક્યારેય અસ્થિર સરકાર નથી આવવા દીધી, આપે કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી પછી પગ રાખવા નથી દીધો. કોંગ્રેસ પાસે વિઝન અને કામ કરવાનું ઝૂનુંન નથી. 2014માં કહેતા હતા કે, આ ચાવાળો શું કરશે, ગુજ્જુ દાળભાત વાળો શું કરશે, 2014માં મારી મજાક કરવામાં આવતી હતી. દેશની પ્રજાએ તેમને જવાબ આપી દીધો.
2019માં ચોકીદાર ચોર છે અને મોદી લોહીના સોદા કરે છે તેવા આરોપ લગાવ્યાં, રાફેલના રમકડાં લઇને 2019માં સભાઓમાં ફરતા હતા. પ્રજાએ એવા હાલ કર્યા કે વિપક્ષમાં પણ ન રહેવા દીધા. કોંગ્રેસના શહેજાદાએ મોદી સમાજને ચોર કહ્યો, મારા માતા- પિતા વિષે પણ બોલ્યાં કોંગ્રેસવાળા. મોદીને પરિવાર નથી એવું કહે છે, પરિવારવાળાને ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ મળે ?
આ વખતે આ લોકોને પહેલા કરતા પણ ઓછી બેઠક મળશે. રાજસ્થાનમાં એક પણ સીટ નહીં આવે. હું ડંકાની ચોટ પર દુનિયાને રેકોર્ડ પર કહું છું જ્યાં સુધી ભાજપ છે, મોદી છે ત્યાં સુધી અનામતની રક્ષા કરીશું. ગુજરાતે વિકાસ કર્યો છે તેની પાછળ વિઝન અને લાંબા ગાળાની મહેનત રહી છે, બનાસકાંઠાના લોકો ધુળની ડમરીમાં મોટા થયા છીએ. ગમે તેટલી ગરમી હોય, પુરે પૂરું મતદાન થવું જોઈએ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526