અમદાવાદમાં 67 PIની આંતરિક બદલી અને પોસ્ટિંગ, કોને ક્યાં મૂકવામાં આવ્યાં, જુઓ લિસ્ટ

01:34 PM Apr 08, 2026 | gujaratpost

થોડા સમય પહેલા અમદાવાદ બદલી થઇને આવેલા અનેક પીઆઇને પોસ્ટિંગ મળ્યું 

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદમાં પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર જી એસ મલિક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.આર.ઝાલાને સાયબર ક્રાઈમથી ગાયકવાડ હવેલી-1, એસ એમ ચૌધરીને ઈઓડબલ્યુથી રખિયાલ, જી એમ ચૌધરીને વસ્ત્રાપુરમાં મુકવામાં આવ્યાં છે.

આ ઉપરાંત વી એસ વાઘેલાને નિકોલથી કારંજ, એસ એ દેસાઈની ઈઓડબલ્યુથી નિકોલ, એ એ વઢેટાની સી પી રીડરથી વટવા-I, એચ ડી સોઢાને વટવા-IIથી એન ટ્રાફિક, જે પી ચૌધરીને વિશેષ શાખાથી સા.રી.વેસ્ટમાં બદલી કરવામાં આવી છે.

Trending :

એન બી કલસરિયાની સરદારનગર-IIથી મહિલા વેસ્ટ, એન એ  દેસાઈની એ ટ્રાફિકથી નવરંગપુરા, આર આર ગઢવીની આઈયુસીએડબલ્યુથી ઈઓડબલ્યુ, વી આર ડાંગરની વાડથી એસી-એસટી-I તથા પી બી ખાંબલાની શાહપુરથી બોડકદેવ બદલી કરવામાં આવી છે.