આજથી પેટ્રોલ અને ડીઝલ 2 રૂપિયા સસ્તું, લોકસભા ચૂંટણી પહેલા સરકારની નાની ભેટ

11:31 AM Mar 15, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની ભાજપ સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા દર 15મી માર્ચથી લાગુ થશે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 94.72 રૂપિયા પ્રતિ લિટર થશે, જે હાલમાં 96.72 રૂપિયા પ્રતિ લિટર હતી. એ જ રીતે ડીઝલ 87.62 રૂપિયામાં મળશે, જે હાલમાં 89.62 રૂપિયા પ્રતિ લિટર છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કર્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹2 નો ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયો અને તેમના પરિવારોનું કલ્યાણ અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય છે.

15 માર્ચે કરાયેલા ઘટાડા સહિત નવેમ્બર 2021થી પેટ્રોલ 15 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું છે. સરકારે છેલ્લે 21 મે 2022ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો હતો. સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. જેના કારણે પેટ્રોલમાં 9.5 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post