નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે

12:16 PM May 03, 2024 | gujaratpost

મને હવે જિંદગીથી નફરત થઇ ગઇ છે...એક નર્સની સ્યૂસાઇડ નોટ આવી સામે

પાટણઃ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી નર્સે આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા છે, સિદ્ધપુર તાલુકાના સહેસા ગામમાં પ્રીતિ પરમારે સ્યૂસાઇટ નોટ વોટ્સએપમાં પોતાની ભાભીને મોકલી હતી અને હવે તે ગુમ છે. નાઇટ ડ્યૂટીમાં ગયેલી નર્સ હજુ સુધી પાછી આવી નથી.

24 વર્ષીય પ્રીતિ પરમાર પાટણ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી હતી, તે ઘરેથી નીકળી ગયા બાદ તેને ભાભીને સ્યૂસાઇડ નોટ મોકલી હતી, આ સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે હું જિંદગીથી કંટાળી ગઈ છું, ઘણું બધું કરવાની ઈચ્છા હતી. પરંતુ હવે જિંદગીથી નફરત થઇ ગઇ છે, મમ્મીને સાવવજો અને મને માફ કરજો. હું એવી રીતે મરીશ કે તમને મારી લાશ પણ મળશે નહીં

પોલીસે તેની કોલ ડિટેલ્સ અને નજીકના મિત્રોની પૂછપરછ હાથ ધરી છે, પરિવાર પણ આ બનાવથી આઘાતમાં છે. ગુમ યુવતીની શોધખોળ ચાલી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526