પાટણઃ એસીબીએ ઇન્ડિયન બેંકના બ્રાન્ચ મેનેજરને રૂપિયા 15 હજારની લાંચ લેતા ઝડપી લીધો છે. ફરિયાદીએ ઇન્ડિયન બેંક શાખા પાટણ દ્વારા કરાયેલી ઓનલાઇન હરાજીમાં બેંકમાંથી ત્રણ દુકાનો ખરીદી હતી, આ ત્રણેય દુકાનોનાં દસ્તાવેજો, સેલ લેટર અને અન્ય કાગળો ઝડપી કરી આપવા અને કબ્જો આપવા માટે મેનેજર રામસિંગ યાદવે લાંચ માંગી હતી.
ફરિયાદીએ પૈસા ભરીને દુકાનો લીધી હતી, તેમની પાસે ખોટી રીતે લાંચ માંગવામાં આવી હતી, જેથી તેમને પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદને આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતુ, જેમાં ડીસા હાઇવે પર હોસ્પિટલની સામે જે બેંક મેનેજરે લાંચ લીધી, ત્યારે જ એસીબીએ તેને ઝડપી લીધો હતો.
તમારી પાસે પણ કેન્દ્ર કે રાજ્ય સરકારનો કર્મચારી લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર જાણ કરીને ફરિયાદ આપી શકો છો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526