હવે પાકિસ્તાને ઈરાનમાં એરસ્ટ્રાઈક કરીને આતંકવાદીઓનાં ઠેકાણાઓ નષ્ઠ કર્યાંનો દાવો

10:32 AM Jan 18, 2024 | gujaratpost

ઇસ્લામાબાદઃ ઈરાનની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભડક્યું છે. હવે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને પણ ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. આ હુમલા ઈરાનમાં BLA આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યાં છે. પાકિસ્તાનનો દાવો છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA), બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ (BLF) જેવા બલૂચ અલગતાવાદી આતંકવાદી જૂથો ઈરાનની અંદર સક્રિય છે, જેઓ પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓ કરે છે. ઈરાન કે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

પાકિસ્તાનનો આરોપ

પાકિસ્તાનનો દાવો છે કે બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી ઈરાનમાં રહીને પાકિસ્તાન વિરુદ્ધ કાવતરું ઘડે છે અને હુમલા કરે છે. ઈરાન આવા સંગઠનોને આશ્રય આપીને મદદ કરે છે. ઈરાને હંમેશા આવા દાવાઓને નકાર્યા છે.

બલૂચ પાકિસ્તાનનો વિરોધ કરે છે

બલૂચિસ્તાન ઉત્તરમાં અફઘાનિસ્તાન અને પશ્ચિમમાં ઈરાન સાથે સરહદ ધરાવે છે. બલૂચિસ્તાન હંમેશાથી ખનિજ સંસાધનોથી સમૃદ્ધ પ્રાંત રહ્યો છે. બલૂચે હંમેશા પાકિસ્તાનથી સ્વતંત્રતાની માંગણી કરી છે, અગાઉ પાકિસ્તાન અહીંના ખનિજ સંસાધનોનું શોષણ કરતું હતું અને બાદમાં તેણે ચીનને મંજૂરી આપી હતી, ત્યારથી બલૂચ નાગરિકોનો વિરોધ વધુ વધ્યો છે. આ વિરોધને કારણે BLA અને BLF જેવા સંગઠનોએ પાકિસ્તાની સૈન્ય દળો અને ચીની સૈનિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

ઈરાને હવાઈ હુમલો કર્યો

પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઈરાનના હવાઈ હુમલામાં બે બાળકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પાકિસ્તાને 'તેના એરસ્પેસના ઉલ્લંઘન'ની સખત નિંદા કરી હતી અને ઈરાનના રાજદૂતને વિદેશ મંત્રાલયમાં મોકલ્યાં હતા. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે કે ઈરાનનું આ કૃત્ય 'તેના એરસ્પેસનું ઉશ્કેરણી વિનાનું ઉલ્લંઘન' છે. આ પછી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠને ઈરાનના એક સૈન્ય અધિકારીની ગોળી મારીને હત્યા કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post