+

પાકિસ્તાનમાં ઘૂસીને ઈરાને કરી એરસ્ટ્રાઈક, પાકિસ્તાને કહ્યું આ કાર્યવાહીનું પરિણામ ખતરનાક હશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈરાનના હવાઈ હુમલામાં બે બાળકોના મોત થયા છે. આ હુમલા બાદ પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન સરકારે ઈરાનને ચેતવણી આપી હતી કે અમારી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈરાનના હવાઈ હુમલામાં બે બાળકોના મોત થયા છે. આ હુમલા બાદ પાકિસ્તાને આકરી પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન સરકારે ઈરાનને ચેતવણી આપી હતી કે અમારી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે. આ કાર્યવાહીનું પરિણામ ખતરનાક આવી શકે છે. હકીકતમાં ઈરાને મંગળવારે પાકિસ્તાનમાં ઘૂસીને બલૂચ આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યાં હતા.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ઈરાને અમારી એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે.અમે તેની સખત નિંદા કરીએ છીએ. પાકિસ્તાનમાં થયેલા હુમલામાં બે નિર્દોષ બાળકોના મોત થયા હતા. જ્યારે ત્રણ યુવતીઓને ઈજાઓ થઈ છે. પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે. તેના ગંભીર પરિણામો આવી શકે છે. પાકિસ્તાન હંમેશા કહે છે કે આતંકવાદ તમામ દેશો માટે સમાન ખતરો છે. આ માટે સાથે મળીને કાર્યવાહી થઈ શકે છે. એકપક્ષીય કાર્યવાહી એ સારા પાડોશીની નિશાની નથી.પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે ઈરાને આંતરરાષ્ટ્રીય સરહદની અંદર લગભગ 50 કિલોમીટર અંદર ઘૂસીને કાર્યવાહી કરી છે.તેઓએ બલૂચિસ્તાનના પંજગુર જિલ્લામાં એક મસ્જિદને પણ નષ્ટ કરી હતી.

જૈશ અલ-અદલની રચના 2012માં થઈ હતી

જૈશ અલ-અદલ, જેને ઈરાન આતંકવાદી સંગઠન માને છે, તેની રચના 2012માં થઈ હતી.તે ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનમાં સ્થિત એક સુન્ની આતંકવાદી જૂથ છે. જૈશ અલ-અદલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે. ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચિસ્તાનમાં પોલીસ ચોકી પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 11 પોલીસકર્મીઓ માર્યાં ગયા હતા.

એક દિવસ પહેલા ઈરાક-સીરિયાએ પણ હુમલો કર્યો હતો

એક દિવસ પહેલા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ઉત્તરી ઈરાકી શહેર એર્બિલ નજીક ઈઝરાયેલની મોસાદ એજન્સી પર બેલેસ્ટિક મિસાઈથી હુમલો કર્યો હતો. ગાર્ડ્સે સીરિયામાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે પણ કાર્યવાહી કરી હતી. ઈરાને આતંકવાદી જૂથ આઈએસની બેઠકોને નષ્ટ કરવા માટે બેલેસ્ટિક મિસાઈલોનો પણ ઉપયોગ કર્યો હતો. હુમલાને કારણે ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.

એરબિલમાં યુએસ એમ્બેસી નજીક વિસ્ફોટ

ઇરાકના એરબિલ શહેરમાં અમેરિકી કોન્સ્યુલેટ પાસે પણ અનેક વિસ્ફોટ થયા છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે હુમલાની જવાબદારી લીધી હતી. બોમ્બ વિસ્ફોટ અત્યંત હિંસક હતો, જેમાં યુએસ કોન્સ્યુલેટની નજીકના આઠ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં હતા. ઈરાક દ્વારા એરબિલ એરપોર્ટ નજીક ત્રણ ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યાં હતા. મુસાફરોને અરીબલ એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter