+

બલૂચિસ્તાનમાં વિસ્ફોટ બાદ આતંકીઓએ પાકિસ્તાની સેના પર કર્યો હુમલો, 5 જવાનોનાં મોત

પેશાવર: દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓ સાથે ગોળીબાર દરમિયાન પાંચ પાકિસ્તાની  સૈનિકો માર્યાં ગયા છે. ISPRએ આ ઘટનાની જાણકારી આપી છે. સેનાના ઓપરેશન દરમિયાન તેમના કાફલા પર હ

પેશાવર: દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓ સાથે ગોળીબાર દરમિયાન પાંચ પાકિસ્તાની  સૈનિકો માર્યાં ગયા છે. ISPRએ આ ઘટનાની જાણકારી આપી છે. સેનાના ઓપરેશન દરમિયાન તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓએ સેનાના જવાનો પર ગુપ્ત રીતે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પાકિસ્તાની સેનાના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. સેનાની જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યાં ગયા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સેનાના પાંચ સૈનિકો પણ માર્યાં ગયા છે.

સુરક્ષા દળોના વાહન પર વિસ્ફોટ

કેચ જિલ્લાના બુલેદા વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા એક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહનને ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણથી વિસ્ફોટ કર્યો હતો. આ ઘટના બાદ ઉગ્ર ગોળીબાર શરૂ થયો હતો. જો કે સેનાનું કહેવું છે કે સુરક્ષા જવાનોએ પણ ફાયરિંગનો તરત જ જવાબ આપ્યો હતો. સુરક્ષા દળોએ અસરકારક રીતે આતંકવાદીઓ પર હુમલો કર્યો. સેનાએ કહ્યું કે ત્રણ આતંકવાદીઓ માર્યાં ગયા છે. જો કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સેનાના પાંચ સૈનિકો પણ માર્યા ગયા છે. આ વિસ્તારમાં કોઈપણ અન્ય આતંકવાદી ઘટનાને નાબૂદ કરવા માટે સેનિટાઈઝેશન ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓ સતત સેનાના જવાનો પર આવા હુમલા કરી રહ્યાં છે.

આ પહેલા ભારતીય સેનાના જવાનો પર પણ આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા જ પૂંછ જિલ્લામાં કૃષ્ણા ઘાટી પાસે આતંકવાદીઓએ ભારતીય સેનાના કાફલાને નિશાન બનાવ્યું હતું. જો કે આ ઘટનામાં ભારતીય સેનાના તમામ જવાનો સુરક્ષિત રીતે બચી ગયા હતા. આ ઘટના બાદ ભારતીય સેના દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે એરિયલ સર્ચ ઓપરેશન અને ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી છે. અને આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter