+

પહેલગામ હુમલામાં ચોંકાવનારો ખુલાસોઃ આતંકવાદીઓએ સ્થળની કરી હતી રેકી, સ્થાનિકોએ મદદ કરી હોવાની આશંકા- Gujarat Post

આતંકવાદીઓને શોધવા ગાઢ જંગલો અને ટેકરીઓમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એક આતંકીની ઓળખ આદિલ ઘોરી તરીકે થઇ છે, જે લશ્કર-એ-તૈયબા માટે કામ કરે છે જમ્મુ-કાશ્મીરઃ પહેલગામમાં થયેલા આ

આતંકવાદીઓને શોધવા ગાઢ જંગલો અને ટેકરીઓમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

એક આતંકીની ઓળખ આદિલ ઘોરી તરીકે થઇ છે, જે લશ્કર-એ-તૈયબા માટે કામ કરે છે

જમ્મુ-કાશ્મીરઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોના મોત થઇ ગયા છે. આ હુમલા પહેલા આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળીને આ વિસ્તારની રેકી કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ બૈસરનમાં સુરક્ષા દળોની તૈનાતી ન હોવાથી હુમલાખોરોએ બૈસરન પસંદ કર્યું હતુ, હુમલા પછી પણ બચાવ કાર્યમાં સમય લાગે તેમ હોવાથી આ સ્થળ પસંદ કર્યું હોવાનું માનવામાં આવે છે.

આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા. હુમલાખોરોએ સમગ્ર હુમલાનો વીડિયો રેકોર્ડિંગ કર્યો હતો. ત્રણેય આતંકવાદીઓએ પુરુષો અને સ્ત્રીઓને અલગ કર્યા હતા. આ પછી, લોકોને વીણી વીણીને મારવામાં આવ્યાં હતા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારવામાં આવી હતી, જ્યારે કેટલાકને નજીકથી ગોળી મારવામાં આવી હતી.

ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોના કાશ્મીર બહારના નાગરિકોને નિશાન બનાવીને આયોજનપૂર્વક આ હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ ભીષણ હુમલાએ દેશની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસે પહેલાથી જ આ હુમલા અંગે ઈનપુટ હતા છતાં આતંકવાદીઓએ પોતાના કાવતરાને કેવી રીતે અંજામ આપ્યો ? તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છુપાયેલું છે ? જેવી ચર્ચા હાલ થઈ રહી છે.

 

 

Trending :
facebook twitter