+

જન્મદિવસની રાત્રે જ કાળ ભરખી ગયો: વડોદરાના અકોટા બ્રિજ પર ટ્રકની ટક્કરે પાટીદાર યુવકનું કરુણ મોત

વડોદરા: શહેરમાં અકસ્માતની વધુ એક કરુણ ઘટના સામે આવી છે, જન્મદિવસની રાત્રે મિત્રો સાથે દિવાળીની રોશની જોવા નીકળેલા એક યુવકનું મોત નીપજ્યું છે. અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા ગં

વડોદરા: શહેરમાં અકસ્માતની વધુ એક કરુણ ઘટના સામે આવી છે, જન્મદિવસની રાત્રે મિત્રો સાથે દિવાળીની રોશની જોવા નીકળેલા એક યુવકનું મોત નીપજ્યું છે. અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા ગંભીર ઈજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. મૃતક યુવકની ઓળખ ધીર પટેલ તરીકે થઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેને ઝડપી પાડવા માટે અકોટા પોલીસે તપાસ શરૂ કરી હતી.

મૃતકના પિતા દિનેશભાઇ હસમુખભાઈ પટેલ (રહે. ઓમકારમોતી-1, તરસાલી) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત રોજ ધીર પટેલનો જન્મદિવસ હતો. જન્મદિવસની ઉજવણી પર ધીર અને તેના મિત્રો પહેલા તરસાલીથી સુશેન ચાર રસ્તા ખાતે આવેલી હોટલમાં ડિનર કરવા ગયા હતા. ડિનર પતાવ્યા બાદ તેઓ શહેરમાં દિવાળી નિમિત્તે કરવામાં આવેલી લાઇટિંગ અને રોશની જોવા માટે એક્ટિવા પર નીકળ્યાં હતા.

જ્યારે ધીર અને તેનો મિત્ર ગૌતમ બારિયા એક્ટિવા પર અકોટા સોલર પેનલથી આગળ અકોટા બ્રિજ તરફ જઈ રહ્યાં હતા, ત્યારે તેમની આગળ અને પાછળ ટ્રકો ચાલી રહી હતી. આ દરમિયાન પાછળ આવી રહેલા એક ટ્રકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, એક્ટિવા આખેઆખું ટ્રકના આગળના ભાગમાં ઘૂસી ગયું હતું. ટક્કરને કારણે ધીર પટેલના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બ્રિજ પર લોહીનું ખાબોચિયું ભરાયું હતું.

અકસ્માત બાદ ઈજાગ્રસ્ત ધીર પટેલને ખાનગી હોસ્પિટલમાં અને તેના મિત્ર ગૌતમ બારિયાને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. જોકે, સારવાર દરમિયાન ધીર પટેલનું મોત થયું હતું. ઘટનાને પગલે બ્રિજ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. મૃતકના પિતાને તેમના સાળાના દીકરા દ્વારા ઘટનાની જાણ થતાં તેઓ તરત જ હોસ્પિટલ પહોંચ્યાં હતા.

હાલમાં અકોટા પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

facebook twitter