ડ્રગ્સ ઝડપાયું- ડીઆરઆઇનું મોટું ઓપરેશન...અંદાજે રૂ.100 કરોડનું કોકેઇન કરાયું જપ્ત

09:45 AM Mar 20, 2024 | gujaratpost

મુંબઇઃ ફરી એક વખત મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ડીઆરઆઇએ 9.829 કિલો કોકેઇનનો જથ્થો પકડી પાડ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 100 કરોડ રૂપિયા જેટલી થાય છે.

ઇન્ડોનેશિયન અને થાઇલેન્ડની બે મહિલાઓ પાસેથી આ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, આ બંને મહિલા મુસાફરો આદિસ અબાબા, ઇથોપિયા એરપોર્ટ પરથી ભારતમાં આ ડ્રગ્સ લઇને આવી હતી.

મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર આ મહિલાઓની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, બંને મહિલાઓના દિલ્હીમાં ડ્રગ્સ માફિયાઓ સાથે સંપર્ક હોવાનું પણ ખુલ્યું છે, અગાઉ પણ આવી રીતે ડ્રગ્સ લવાયું હતું કે કેમ તે દિશામાં એજન્સીએ તપાસ શરૂ કરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post