ભારતમાં પણ એરપોર્ટ સહિતની સેવાઓ ઠપ્પ થઇ ગઇ
વૈશ્વિક બેંકોમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન અટકી ગયા
અમેરિકાઃ દુનિયાની સૌથી મોટી કંપની માઇક્રોસોફ્ટનુ્ં સર્વર કલાકો માટે ઠપ્પ થઇ જતા અનેક કંપનીઓની મુશ્કેલીઓ વધી ગઇ છે. અમેરિકા સહિતના અનેક દેશોમાં બેંકો, એરપોર્ટ અને મોટી કંપનીઓમાં કામ બંધ થઇ ગયું છે. લંડન સ્ટોક એક્સચેન્જ અને મોટા શહેરોની મેટ્રો ઠપ્પ થઇ ગઇ હતી.
આઇટી કંપનીઓમાં લેપટોપ અને કોમ્પ્યુટર બંધ પડી જતા કરોડો રૂપિયાનો બિઝનેસ અટકી ગયો છે, દુનિયાની મોટી બેંકોમાં ટ્રાન્જેક્શન અટકી ગયા છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ પર કામ કરતી કંપનીઓમાં મુશ્કેલીઓ ઉભી થઇ છે.
અનેક એરપોર્ટ પર ટિકિટનું કામ અટકી જતા મેન્યુઅલ ટિકિટ ઇશ્યૂં કરવામાં આવી છે, ન્યૂઝ ચેનલોનું કામ અટકી ગયું છે. બ્રોડકાસ્ટરના એક્ઝિક્યુટિવ ચેરમેન ડેવિડ રોડ્સે ટ્વિટર પર જણાવ્યું કે, સ્કાય ન્યૂઝ આજે સવારે લાઇવ ટીવી પ્રસારિત કરવામાં અસમર્થ છે, આ સમયે અમે વિક્ષેપ માટે દર્શકોની માફી માંગીએ છીએ, ટેકનિકલ ખામીએ સ્પેનિશ એરપોર્ટ, બ્રિટિશ રેલ સેવાઓ, ટર્કિશ એરલાઇન, ઓસ્ટ્રેલિયન મીડિયા, બેંકો સહિત વિવિધ દેશોમાં કંપનીઓની કામગીરીને અસર કરી છે.
યુરોપના અનેક દેશો સર્વર ડાઉનને કારણે મુશ્કેલીમાં મુકાયા છે, અનેક સેવાઓ સ્થગિત કરવી પડી છે, આ મામલે માઇક્રોસોફ્ટ કામ કરી રહી છે અને ઝડપથી પ્રોબલેમ સોલ્વ થાય તે માટે કામ કરી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526