માલદીવના રાષ્ટ્રપતિનો વધુ એક ભારત વિરોધી નિર્ણય, 15 માર્ચ સુધીમાં ભારતને પોતાના સૈનિકો પાછા ખેંચવા કહી દીધું

08:38 PM Jan 14, 2024 | gujaratpost

માલદીવઃ ફરી એક વખત માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુનો ચીન પ્રેમ સામે આવ્યો છે, ચીનની પાંચ દિવસની યાત્રાથી પરત આવીને ભારતને કહી દીધું કે અમને ધમકી આપવાનો પ્રયાસ પણ કરતા નહીં અને આ નિવેદનના બીજા જ દિવસે તેમને ભારત સરકારને કહ્યું છે કે 15 માર્ચ સુધીમાં માલદીવમાંથી ભારત પોતાના સૈનિકોને પાછા બોલાવી લે. હાલમાં અહીં ભારતના 88 સૈનિકો તૈનાત છે, તેમને પાછા બોલાવી લેવા કહી દેવામાં આવ્યું હોવાના મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યાં છે.
 
સનઓનલાઈન અખબારના અહેવાલ મુજબ મુઈઝુના કાર્યાલય સચિવ અબ્દુલ્લા નાઝીમ ઈબ્રાહિમે કહ્યું છે કે ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં હવે વધારે રહી શકશે નહીં, તેમને અહીથી જવા માટે સમય મર્યાદા આપી દેવામાં આવી છે અને માલદીવ પોતાના કોઇ પણ આંતરિક મામલામાં અન્ય દેશોની દખલગીરી ઇચ્છતું નથી.

મુઈઝુએ 17 નવેમ્બરે માલદીવના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યાં પછી પણ ભારતના સૈનિકોને હટાવવાની વાત કરી હતી, તેઓ ચીનની નજીક છે અને ચીનની જેમ દરેક મુદ્દે ભારતનો વિરોધ કરી રહ્યાં છે. નોંધનિય છે કે પીએમ મોદી પર વિવાદીત ટિપ્પણી બાદ ભારત અને માલદીવના સંબંધો વધુ બગડી રહ્યાં છે. જો કે માલદીવે તેના ત્રણ મંત્રીઓને હટાવી દીધા હતા, પરંતુ લાગી રહ્યું છે કે આ માત્ર દેખાડો હતો અને ખુદ રાષ્ટ્રપતિ પણ ભારત વિરોધી નિવેદનો આપી રહ્યાં છે.

1988 થી માલદીવમાં ભારતની સેના મદદ કરી રહી છે

પહેલી વખત 1988માં માલદીવના તત્કાલિન રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયુમે ભારત પાસે મદદ માંગી હતી, અહીં આંતરિક બળવાની સ્થિતી હતી, જે તે વખતે ભારતમાં રાજીવ ગાંધીની સરકાર હતી અને તેમને સૈનિકો માલદીવ મોકલીની દોસ્તી નીભાવી હતી. ત્યાર બાદ ભારતે અનેક સંરક્ષણ હથિયારો પણ માલદીવને આપ્યાં છે, જે બાબતને લઇને પણ ભારતીય સેનાની સમય સમય પર અહીં ઉપસ્થિત રહી છે. હાલમાં પણ 88 ભારતીય સૈનિકો માલદીવમાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post