ન્યૂયોર્ક: અમેરિકામાં ગુજરાતી મૂળના એક યુવકને એક સાથે બે પૂર્ણ-સમયની નોકરીઓ કરવી મોંઘી પડી છે. ન્યૂયોર્કમાં રહેતા 39 વર્ષીય મેહુલ ગોસ્વામી પર જોબ થેફ્ટનો ગંભીર આરોપ લાગ્યો છે, જેના પગલે તેની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનો ચોરીના આરોપ સમાન ગણાય છે અને જો તે સાબિત થાય તો યુવકને 15 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
ન્યૂયોર્ક સ્ટેટ ઇન્સ્પેક્ટર જનરલ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 15 ઓક્ટોબરના રોજ સારાટોગા કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા મેહુલ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી. તેણે ન્યૂયોર્ક સ્ટેટ ઓફિસ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી સર્વિસીસ માટે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે રિમોટલી કામ કરતો હતો, જેનો વાર્ષિક પગાર $117,891 (લગભગ હતો. જોકે, તપાસમાં બહાર આવ્યું કે તે આ સરકારી નોકરીની સાથે માલ્ટા શહેરમાં અન્ય એક પ્રાઈવેટ કંપની માટે પણ પૂર્ણ-સમય કામ કરતો હતો.
મેહુલ પર આરોપ છે કે તેણે માર્ચ 2022 થી સપ્ટેમ્બર 2025 સુધીના સમયગાળા દરમિયાન એક જ સમયે બે જગ્યાએ કામ કરીને, એટલે કે ખાનગી નોકરી કરતી વખતે સરકાર માટે કામ કરીને, ન્યૂયોર્ક સ્ટેટ સાથે $50,000 સુધીની છેતરપિંડી કરી છે. એક અજાણ્યા વ્યક્તિએ ઇમેઇલ દ્વારા પોલીસને જાણ કર્યા બાદ સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મેહુલ વિરુદ્ધ નોંધપાત્ર પુરાવા મળ્યા હતા. ઇન્સ્પેક્ટર જનરલ લ્યુસી લેંગે આ કેસને વિશ્વાસઘાત અને સરકારી સંસાધનોનો દુરુપયોગ ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારી કર્મચારીઓ માટે ફરજ પર હોય ત્યારે માત્ર સરકાર માટે જ કામ કરવું ફરજિયાત છે. તેમાં 15 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જોકે, ધરપકડ બાદ મેહુલને કોર્ટમાં હાજર થવાની શરતે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++