ઝારખંડના સીએમ પદેથી રાજીનામું આપ્યાં બાદ તરત જ ED એ હેમંત સોરેનની કરી ધરપકડ, ચંપઇ સોરેન હશે નવા સીએમ

10:21 PM Jan 31, 2024 | gujaratpost

ઝારખંડઃ હેમંત સોરેને આખરે સીએમની ખુરશી છોડવી પડી છે, ઇડીની કાર્યવાહીથી ઝારખંડની રાજનીતિમાં મોટા બદલાવ આવ્યાં છે. હવે ચંપઇ સોરેન ઝારખંડના નવા મુખ્યપ્રધાન હશે, અગાઉ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનને સીએમની ખુરશી મળશે તેમ લાગી રહ્યું હતુ, પરંતુ પરિવારમાં જ તેમનો વિરોધ થયો હતો.

હવે ચંપાઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા છે,તેઓ વર્ષો સુધી શિબુ સોરેનના નજીકના મિત્ર રહ્યાં છે.સમાચાર સામે આવ્યાં છે કે હેમંત સોરેનની ઇડીએ પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી છે.

ઝારખંડમાં JMM-કોંગ્રેસની ગઠબંધન સરકાર

Trending :

જેએમએમ પાસે 29, કોંગ્રેસ પાસે 16 બેઠકો

ભાજપ પાસે 25 બેઠકો

જમીન કૌભાંડમાં હેમંત સોરેન સામે કાર્યવાહી

હેમંત સોરેને તેમના પત્નીના ધંધા માટે 4.55 એકરનો પ્લોટ ફાળવવા સત્તાનો દુરૂપયોગ કર્યો હોવાના આરોપ બાદ ઇડીએ તેમની સામે તપાસ શરૂ કરી હતી.કલ્પના સોરેનની કંપની સોહરાઇ પ્રાઇવેટ લિમિટેડને પ્લોટ આપ્યાં બાદ ઇડીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને હેમંત સોરેનની ધરપકડ કરાઇ છે.

અગાઉ તેમના ઘરેથી 36 લાખ રૂપિયાની રોકડ અને કેટલીક લક્ઝુરિયર્સ કાર જપ્ત કરવામાં આવી હતી અને હવે ઝારખંડની રાજનીતિમાં નવો મોડ દેખાઇ રહ્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post