+

છત્તીસગઢઃ જેલમાંથી બહાર આવેલા હેમંત સોરેને ત્રીજી વખત લીધા મુખ્યપ્રધાન પદના શપથ

રાંચીઃ લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી નથી અને હવે ઇડી-સીબીઆઇની રેડ પણ ઓછી થઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે, ઝારખંડના મુખ્યમંત્રીના પદે રહેલા હેમંત સોરેનને મની લોન્ડરિંગના કેસમાં જેલમાં નાખી

રાંચીઃ લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી નથી અને હવે ઇડી-સીબીઆઇની રેડ પણ ઓછી થઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે, ઝારખંડના મુખ્યમંત્રીના પદે રહેલા હેમંત સોરેનને મની લોન્ડરિંગના કેસમાં જેલમાં નાખી દેવામાં આવ્યાં હતા અને બાદમાં તેમની જગ્યાએ ચંપાઇ સોરેનને મુખ્યપ્રધાન બનાવાયા હતા.

હવે જેલમાંથી જામીન પર બહાર આવ્યાં પછી હેમંત સોરેન ફરીથી સીએમ બન્યાં છે, તેમની ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રીની ખુરશી મળી છે. ચંપાઇ સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાં પછી હેમંત સોરેનને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યાં હતા અને આજે રાજ્યપાલે તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યાં છે.

રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણે હેમંત સોરેનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું અને આજે તેમની શપથવિધી યોજાઇ હતી.
નોંધનિય છે કે ઇડીની કાર્યવાબી બાદ હેમંત સોરેનની ધરપકડ કરાઇ હતી અને બાદમાં તેઓ જામીન પર મુક્ત થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter