+

Breaking News: પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને લોકોની કરી હત્યા, કપડા ઉતારીને પણ ચેક કર્યું

બાર્સલ વેલીમાં પોલીસની વર્દીમાં આવેલા ત્રણ જેટલા આતંકવાદીઓએ કર્યું ફાયરિંગ ભાવનગરના વતની 59 વર્ષિય વિનુભાઈ ભટ્ટ પણ ઈજાગ્રસ્ત, અનેક લોકોને ઇજાઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સ્થિતી પર નજર

બાર્સલ વેલીમાં પોલીસની વર્દીમાં આવેલા ત્રણ જેટલા આતંકવાદીઓએ કર્યું ફાયરિંગ

ભાવનગરના વતની 59 વર્ષિય વિનુભાઈ ભટ્ટ પણ ઈજાગ્રસ્ત, અનેક લોકોને ઇજાઓ

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સ્થિતી પર નજર

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓએ હવે પ્રવાસીઓને નિશાન બનાવ્યાં છે, પહેલગાવમાં થયેલા આતંકી હુમલામાં અનેક નિર્દોષ વ્યક્તિઓના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આતંકવાદીઓ પોલીસની વર્દીમાં આવ્યાં હતા અને પ્રવાસીઓની જાતિ પૂછીને ગોળીબાર કર્યો હતો.

આ હુમલા પાછળ આતંકી સંગઠન TRFનો હાથ હોવાની આશંકા છે. જે લશ્કર-એ-તૈયબાનુ નવું નામ છે. અમરનાથ યાત્રા પહેલગામથી જ શરૂ થાય છે. આ વર્ષે, અમરનાથ યાત્રા 3 જુલાઈ, 2025 ના રોજ શરૂ થવાની છે અને 9 ઓગસ્ટ, 2025 સુધી ચાલવાની છે. હુમલો એવા સમયે થયો છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે છે અને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતમાં છે.

પુરુષોના કપડા ઉતારીને હિન્દુ છે કે મુસ્લિમ તે ચેક કર્યું

આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં, પીએમ મોદીની હુમલાની કરી નિંદા

 

પહેલગામમાં પ્રવાસીઓ પર્વતની ટોચ પર ટ્રેકિંગ માટે જાય છે. આ આતંકવાદી હુમલો ત્યાં થયો હતો. છુપાયેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, સુરક્ષા દળોએ પુરા વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

 

Trending :
facebook twitter