તેલ અવીવઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હાલ વિરામ છે. કતાર અને ઇજિપ્તના મધ્યસ્થીઓનું કહેવું છે કે હમાસે 39 પેલેસ્ટિનિયન નાગરિકોના બદલામાં 13 ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કર્યાં છે. 7 વિદેશી નાગરિકોને પણ મુક્ત કરવામાં આવ્યાં છે. આ સિવાય બે દિવસ પહેલા મુક્ત કરાયેલા ઈઝરાયેલના નાગરિકો તેમના પરિવારજનોને મળ્યાં છે. શનિવારે ચાર દિવસીય યુદ્ધવિરામનો બીજો દિવસ છે.
બંધકોને મુક્ત કરવામાં શનિવારે નિર્ધારિત કરતાં વધુ સમય લાગ્યો હતો. હમાસે કહ્યું કે ઇઝરાયેલ યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તે માનવતાવાદી સહાયની ટ્રકોને ઉત્તર ગાઝા સુધી આવતા રોકી રહ્યાં છે. ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટિનિયન બંધકોની મુક્તિ ડીલથી ઓછી કરી રહ્યાં છે. ઈઝરાયેલની કાર્યવાહીને કારણે કરાર જોખમમાં આવી શકે છે. અમે મધ્યસ્થીઓ સાથે વાત કરી છે. હમાસની સશસ્ત્ર પાંખનું કહેવું છે કે તેઓએ 7 વિદેશી નાગરિકો સહિત 13 ઈઝરાયેલી બંધકોને ઈન્ટરનેશનલ રેડ ક્રોસને સોંપ્યા છે.
ઇઝરાયેલી બંધકો તેમના પરિવારોને મળ્યાં
24 નવેમ્બરના રોજ ગાઝામાં હમાસ દ્વારા મુક્ત કરાયેલ ઇઝરાયેલી બંધકોને શ્રેડર ચિલ્ડ્રન્સ મેડિકલ સેન્ટરમાં તેમના પરિવારજનોને મળીને ભાવુક થયા હતા. બંધકોને મહિનાઓ પછી જોઇને પરિવારના સભ્યોએ દોડીને ગળે લગાવ્યાં હતા. બંધકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
હમાસ-ઇઝરાયેલ યુદ્ધ દરમિયાન માનસિક દવાઓની માંગમાં 30% વધારો થયો હતો
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ભલે અટકી ગયું હોય પરંતુ તેના કારણે ઇઝરાયેલમાં માનસિક દવાઓની માંગ 30% વધી ગઈ છે.માંગમાં વધારો થવાનું કારણ યુદ્ધને કારણે ભવિષ્યમાં દવાઓની અછતનો ડર હોવાનું કહેવાય છે. ઘણા દર્દીઓ મનોચિકિત્સક પાસે જઈને બે-ત્રણ મહિનાની દવા લખવા વિનંતી કરી રહ્યાં છે. ઇઝરાયેલમાં માનસિક દવાઓના પ્રિસ્ક્રિપ્શનમાં વધારો થયો નથી, પરંતુ મનોચિકિત્સકો ડરને કારણે સ્ટોકનો સંગ્રહ કરી રહ્યાં છે. ચિંતા અને ડિપ્રેશન માટે ઓછી અને ઊંઘની ગોળીઓ માટે વધુ દવાઓની માંગ છે.
જેમના પરિચિતો ઘાયલ કે મૃત્યું પામ્યાં છે તેમનામાં ગભરાટ છે
નેશનલ મેન્ટલ હેલ્થ કાઉન્સિલના વડા કહે છે કે આ દવાઓ માત્ર ચિંતા અને ડિપ્રેશન માટે જ નથી પણ ઊંઘ માટે છે. યુદ્ધ શરૂ થયા બાદ ઇઝરાયલીઓમાં ચિંતા વધી છે. જેમના પરિચિતો યુદ્ધમાં ઘાયલ અથવા મૃત્યુ પામ્યા છે તે પરિવારના લોકોમાં ગભરાટ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો