ઇઝરાયેલના હુમલાથી દુનિયા ધ્રુજી ગઇ....હિઝબુલ્લાહના 300 ઠેકાણાંઓ પર એર સ્ટ્રાઇકમાં 290 થી વધુ લોકોનાં મોત

09:07 PM Sep 23, 2024 | gujaratpost

ઇઝરાયેલઃ ફરી એક વખત ઇઝરાયેલે હિઝબુલ્લાહ પર મોટો હુમલો કર્યો છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇલ વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે, આ દરમિયાન લેબેનોનમાં હિજબુલ્લાહના અંદાજે 300 ઠેકાણાંઓ પર ઇઝરાયેલે એર સ્ટ્રાઇક કરી છે, જેમાં અંદાજે 290 લોકોનાં મોત થઇ ગયા છે અને 700 જેટલા લોકો ઘાયલ છે, જેમની જુદી જુદી જગ્યાએ સારવાર ચાલી રહી છે.

ઇઝરાયેલે રોકેટ અને મિસાઇલથી જોરદાર હુમલા કર્યાં છે, જેને કારણે અહીં અફડા તફડીનો માહોલ છે, આ ભયાનક હુમલાને કારણે દુનિયાના દેશો ધ્રુજી ઉઠ્યાં છે. ઇઝરાયેલની સેનાએ આ હુમલા પહેલા લોકોને એસએમએસથી એલર્ટ કર્યાં હોવાનું સામે આવ્યું છે. જેથી અનેક લોકો સુરક્ષિત સ્થળે જતા રહ્યાં હતા અને જેઓ હુમલાના સ્થળો પર હાજર હતા, તેમાંથી અનેકનાં મોત થઇ ગયા છે.

હિઝબુલ્લાહ ગાઝાની સાથે રહીને ઇઝરાયેલ પર હુમલા કરી ચુક્યાં છે, જેનો ઇઝરાયેલ બદલો લઇ રહ્યું છે, નોંધનિય છે કે થોડા દિવસો પહેલા પેજર્સ અને વોકીટોકીમાં થયેલા વિસ્ફોટમાં 40 જેટલા હિજબુલ્લાહ સહિત સામાન્ય લોકોનાં મોત થઇ ગયા હતા. ત્યારથી સ્થિતિ વધુ તંગ બની રહી છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526