+

યુદ્ધવિરામ પુરો થતા જ ઇઝરાયેલનો જોરદાર હવાઈ હુમલો, ગાઝામાં 175થી વધુ લોકોનાં મોત થઇ ગયા

ગાઝા પટ્ટીઃ ઈઝરાયેલે શુક્રવારે ફરી એકવાર હવાઈ હુમલા શરૂ કર્યા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા યુદ્ધવિરામના ભંગ થયાના પહેલા જ દિવસે ઇઝરાયેલે ગાઝા પર જોરદાર બોમ્બમારો શરૂ કર્યો હતો

ગાઝા પટ્ટીઃ ઈઝરાયેલે શુક્રવારે ફરી એકવાર હવાઈ હુમલા શરૂ કર્યા છે. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા યુદ્ધવિરામના ભંગ થયાના પહેલા જ દિવસે ઇઝરાયેલે ગાઝા પર જોરદાર બોમ્બમારો શરૂ કર્યો હતો, જેમાં 175 થી વધુ પેલેસ્ટિનિયન માર્યાં ગયા છે. હમાસ સાથે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થયા પછી ઇઝરાયેલી સેનાએ શુક્રવારે ગાઝામાં હમાસના સ્થાનો પર ફાઇટર પ્લેનથી હુમલો કર્યો હતો. ઇઝરાયેલે દક્ષિણ ગાઝાના ભાગોમાં પત્રિકાઓ છોડી દીધી છે, જેમાં લોકોને ખાન યુનિસ શહેરમાં તેમના ઘર છોડવા માટે કહેવામાં આવ્યું છે.

મૃતકોમાં 2 પેલેસ્ટિનિયન પત્રકારોનો પણ સમાવેશ થાય છે

ગાઝામાં હમાસ આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર બંને પક્ષો વચ્ચે 7 દિવસનો યુદ્ધવિરામ શુક્રવારે સવારે સમાપ્ત થયો છે. થોડા કલાકો પછી ગાઝા પટ્ટી પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 175 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યાં ગયા છે, ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં મોટાભાગની મહિલાઓ અને બાળકો માર્યા ગયા છે.

મૃતકોમાં બે પેલેસ્ટિનિયન પત્રકારો પણ સામેલ

ઈઝરાયેલે કહ્યું- હમાસે યુદ્ધવિરામનો ભંગ કર્યો

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ 24 નવેમ્બરે માનવતાવાદી યુદ્ધવિરામ પર સહમત થયા હતા.ઈઝરાયેલે હમાસ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો અને ઈઝરાયેલની જમીન પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યા બાદ શુક્રવારે સવારે બંને પક્ષો વચ્ચે ફરી લડાઈ શરૂ થઈ હતી. ગાઝા પટ્ટીમાંથી આવતી તસ્વીરોમાં સમગ્ર વિસ્તારમાં ગાઢ કાળો ધુમાડો જોવા મળે છે. યુદ્ધની શરૂઆતથી ગાઝાની મોટાભાગની વસ્તી દક્ષિણ ગાઝા તરફ ગઈ છે અને આ લોકોએ ખાન યુનિસ અને અન્ય સ્થળોએ આશરો લીધો છે. ઈઝરાયેલ દ્વારા શુક્રવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં ખાન યુનિસમાં એક મોટી ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter