+

ઈરાનના ડ્રોને અરબી સમુદ્રમાં વેપારી જહાજ પર કર્યો હતો હુમલો, અમેરિકાના સંરક્ષણ વિભાગનો મોટો દાવો

નવી દિલ્હીઃ શનિવારે વેરાવળ નજીક અરબી સમુદ્રમાં એક વેપારી જહાજ પર ડ્રોન હુમલાના સમાચાર આવતાં દેશની સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ હતી.  આ જહાજ સાઉદી અરેબિયાથી ભારતના મેંગલોર આવી રહ્યું હતું. આ જહાજમાં ઘ

નવી દિલ્હીઃ શનિવારે વેરાવળ નજીક અરબી સમુદ્રમાં એક વેપારી જહાજ પર ડ્રોન હુમલાના સમાચાર આવતાં દેશની સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ હતી.  આ જહાજ સાઉદી અરેબિયાથી ભારતના મેંગલોર આવી રહ્યું હતું. આ જહાજમાં ઘણો મહત્વનો સામાન હતો અને આ વેપારી જહાજ ઈઝરાયેલનું છે. હવે આ ડ્રોન હુમલા પર અમેરિકી રક્ષા વિભાગે મોટો દાવો કર્યો છે.

આ જહાજ પર ઈરાનના ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો

યુએસ સંરક્ષણ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે જહાજ પર ઈરાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજમાં કુલ 22 લોકો સવાર હતા, જેમાંથી 21 ભારતીય હતા આ હુમલાની માહિતી મળતાની સાથે જ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ સતર્ક થઈ ગયા હતા અને ભારતીય કોસ્ટગાર્ડ જહાજ આઈસીજીએસ વિક્રમ પણ વેપારી જહાજ તરફ આગળ વધ્યું હતું. જહાજ વિક્રમ સાથે ફરી જોડાઈ ગયું છે અને મુંબઈ તરફ રવાના થયું છે.

હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ ઘટનાએ મુશ્કેલીઓ વધારી દીધી હતી. આ હુમલાને કારણે જહાજમાં આગ ફાટી નીકળી હતી, જો કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. પરંતુ પેન્ટાગોનના દાવા મુજબ આ હુમલા પાછળ ઈરાનનો હાથ છે. પેન્ટાગોનના પ્રવક્તાએ જણાવ્યું કે, ઇરાન તરફથી એકપક્ષીય સ્ટ્રાઇક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter