માલીમાં સોનાની ખાણમાં દબાઇ જતા 70 લોકોનાં જીવ ગયા, અનેક પરિવારોમાં છવાયો માતમ

11:08 AM Jan 25, 2024 | gujaratpost

દક્ષિણ આફ્રિકાઃ માલી દેશમાં એક મોટી દુર્ઘટનામાં 70 લોકોએ જીવ ગુમાવ્યાં છે, અહીં અંદાજે 200 જેટલી સોનાની ખાણો આવેલી છે અને હજારો લોકો તેમાં મજૂરી કરે છે, એક ખાણ અચાનક ધસી પડતા અંદર રહેલા 70 જેટલા મજૂરોનાં મોત થઇ ગયા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થઇ જતા પરિવારોમાં માતમ છવાઇ ગયો છે.

માલી સરકારના અધિકારીઓએ બચાવ કામગીરી કરીને લાશોને બહાર કાઢી છે પરંતુ કોઇને બચાવી શકાયા નથી, સરકારે આ આંકડો જાહેર કર્યો છે. મૃતકોના પરિવારને કોઇ વળતર આપવાની હજુ સુધી જાહેરાત પણ કરાઇ નથી. અહીં વિદેશી કંપનીઓ પણ સોનાની ખાણો ખરીદીને લોકો પાસે મજૂરી કરાવે છે.

વર્ષોથી અહીં મજૂરોનું શોષણ થઇ રહ્યું છે, ગરીબીને કારણે લોકો મોતના મુખમાં જવા તૈયાર થાય છે અને ક્યારેક બનતી આવી દુર્ઘટનાઓ પરિવારોને વેરવિખેર કરી નાખે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post