ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ બનશે પુતિન, તેમની પાર્ટીનો 88 ટકા મતો સાથે ભવ્ય વિજય

09:48 AM Mar 20, 2024 | gujaratpost

રશિયાઃ વર્ષોથી રશિયા પર રાજ કરનારા વ્લાદીમીર પુતિન ફરીથી રાષ્ટ્રપતિ બનશે, તેમની પાર્ટીને 88 ટકા વોટ મળ્યાં હતા અને વિરોધીઓનો સફાયો થઇ ગયો હતો. રવિવારે મતદાન પછી પરિણામો સામે આવ્યાં છે, જેમાં તેમની પાર્ટીને સૌથી વધુ 88 ટકા જેટલા મતો મળ્યાં હતા.

તેઓ 1999 થી રશિયામાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની જવાબદારી નીભાવી રહ્યાં છે, યુક્રેન પર હુમલા પછી વૈશ્વિક કક્ષાએ પુતિનની ટીકા થઇ રહી છે, પરંતુ રશિયામાં પુતિન જ ચૂંટણી જીતી ચુક્યાં છે, તેમના વિરોધીઓના રહસ્યમય રીતે મોત થઇ રહ્યાં છે, થોડા સમય પહેલા જ એલેક્સી નેવલનીનું જેલમાં જ મોત થઇ ગયું હતુ, જેથી પુતિન સામે જોરદાર પ્રદર્શનો થયા હતા, પરતુ આ પ્રદર્શનોમાં પુતિન સરકારે પ્રદર્શનકારીઓને દબાવી દીધા હતા.

એક તરફ અમેરિકા સહિતના દેશો પર પુતિનની ટીકા કરી રહ્યાં છે અને તેમનો જોરદાર વિરોધ છે, તેમ છંતા તેઓ રશિયામાં ફરીથી રાષ્ટ્રપતિ પદ સંભાળશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post