+

ગાઝામાં વધુ 350 લોકોનાં મોત, અમેરિકાએ UNSC માં વીટો વાપરીને યુદ્ધવિરામનો પ્રસ્તાવ નકારી કાઢ્યો

ગાઝાઃ ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફગાવી દેવામાં આવ્યો છે. અમેરિ

ગાઝાઃ ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફગાવી દેવામાં આવ્યો છે. અમેરિકાએ UNSC ના આ ઠરાવ સામે વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો અને તેમને ઇઝરાયેલની કાર્યવાહીનું સમર્થન કરીને તેને ફરીથી સપોર્ટ કર્યો હતો.

યુએન સિક્યુરિટી કાઉન્સિલના અન્ય 13 સભ્યોએ યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા રજૂ કરાયેલા ઠરાવની તરફેણમાં મત આપ્યો હતો, જેમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી હતી, જ્યારે બ્રિટન ગેરહાજર રહ્યું હતું. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે 15 સભ્યોની કાઉન્સિલને આ બે મહિના લાંબા યુદ્ધથી ઉભા થયેલા વૈશ્વિક ખતરા અંગે ચેતવણી આપી હતી અને તેને રોકવા માટે જરૂરી પગલાં ભરવાની અપીલ કરી હતી. આ પછી UNSCમાં આ પ્રસ્તાવ પર વોટિંગ થયું હતું.

UAE એ અમેરિકાના પગલા પર નિરાશા વ્યક્ત કરી

યુએઈના ડેપ્યુટી એમ્બેસેડર મોહમ્મદ અબુ શહાબે યુએસના પગલા પર નિરાશા વ્યક્ત કરી હતી અને UNSCને પૂછ્યું હતું કે, 'જો આપણે ગાઝા પર બોમ્બ ધડાકા બંધ કરવવા માટે એક થઈ શકતા નથી, તો પછી અમે પેલેસ્ટાઈનીઓને શું સંદેશ આપી રહ્યાં છીએ ? અમે વિશ્વભરના નાગરિકોને શું સંદેશ મોકલી રહ્યાં છીએ જેઓ કદાચ એક દિવસ આવી જ પરિસ્થિતિમાં આવી શકે ?' યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ યુદ્ધવિરામનો વિરોધ કરી રહ્યું છે

હમાસને શાંતિ અને દ્વિ-રાજ્ય ઉકેલમાં રસ નથી

સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર અને ડેપ્યુટી પરમેનન્ટ રિપ્રેઝન્ટેટિવ ​​રોબર્ટ એ. વૂડે કહ્યું કે આમ કરવું એ આગામી યુદ્ધ માટે બીજ વાવવા જેવું હશે. અમેરિકા શાંતિને મજબૂતપણે સમર્થન આપે છે જેમાં ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન બંને શાંતિ અને સલામતીથી જીવી શકે. પરંતુ અમે તાત્કાલિક યુદ્ધવિરામને  સમર્થન આપતા નથી કારણ કે હમાસને કોઈ રસ નથી.

હમાસ અમેરિકાના વીટોની નિંદા કરે છે

યુદ્ધવિરામને બદલે વોશિંગ્ટન નાગરિકોની સુરક્ષા માટે યુદ્ધમાં કામચલાઉ યુદ્ધવિરામને સમર્થન આપી રહ્યું છે બીજી તરફ 7 ઑક્ટોબરે ઈઝરાયેલ પરના જીવલેણ હુમલામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા નાગરિકોને પણ મુક્ત કરવામાં આવ્યાં છે. તેમ છંતા અમેરિકા ઇઝરાયેલને સમર્થન કરતા હમાસે અમેરિકાના આ પગલાંની નિંદા કરી છે. હમાસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમે ગાઝામાં યુદ્ધવિરામની માગણી કરતા ડ્રાફ્ટ ઠરાવ સામે યુએસના વીટોની નિંદા કરીએ છીએ. આ એક અનૈતિક અને અમાનવીય પગલું છે. ઇજ્જત-અલ-રેશિક જૂથના રાજકીય સભ્યએ કહ્યું કે અમેરિકા યુદ્ધવિરામમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. આ આપણા લોકોને મારવા અને તેમના નરસંહારમાં ભાગ લેવા જેવું છે.

ગાઝા યુદ્ધમાં અત્યાર સુધીમાં 17,487 લોકોનાં મોત

અમેરિકાએ યુએન સુરક્ષા પરિષદમાં UAE દ્વારા રજૂ કરાયેલા   માનવતાવાદી યુદ્ધવિરામ ડ્રાફ્ટને ફગાવી દીધો હતો. 7 ઑક્ટોબર ના હમાસ હુમલાની નિંદાની વાત કરી હતી, જેમાં ઇઝરાયેલ કહે છે કે 1,200 લોકો માર્યાં ગયા હતા, 240 લોકોને બંધક બનાવવામાં આવ્યાં હતા. હમાસ-ગાઝાના આરોગ્ય મંત્રાલયે ઇઝરાયેલના હુમલામાં 350 લોકો માર્યા ગયાની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે ગાઝામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીમાં મૃત્યુઆંક વધીને 17,487 થયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter