Breaking News: મહાન વ્યક્તિત્વ ધરાવનારા ઉદ્યોગપતિ રતન ટાટા આપણી વચ્ચે નથી રહ્યાં, 86 વર્ષની ઉંમરે નિધન

12:31 AM Oct 10, 2024 | gujaratpost

મુંબઇઃ ટાટા ગ્રુપને વર્ષો સુધી સંભાળનારા અને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી જેમને નવાજમાં આવ્યાં હતા તેવા ઉદ્યોગપતિ રતન ટાટાનું મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે, 88 વર્ષની ઉંમરે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને હોસ્પિટલમાં આઇસીયુમાં હતા.

એક્સ પર પીએમ મોદીએ લાગણીશીલ પોસ્ટ કરી

અનેક નેતાઓ અને ઉદ્યોગપતિઓએ આપી શ્રદ્ધાંજલી

રતન ટાટા 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યાં હતા ત્યાર બાદ ટાટા ગ્રુપે સફળતાની નવી ઉંચાઇઓ મેળવી હતી, તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000) એનાયત કરવામાં આવ્યાં હતા. તેઓ પ્રતિષ્ઠિત કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલ, બિશપ કોટન સ્કૂલ (શિમલા), કોર્નેલ યુનિવર્સિટી અને હાર્વર્ડના વિદ્યાર્થી હતા અને 28 સપ્ટેમ્બર 1937ના રોજ તેમનો જન્મ થયો હતો

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526