ઉનાળામાં બરફ જેવી દેખાતી આ વસ્તુ અમૃત છે ! તેના ઘણા ફાયદા છે જેમ કે શરીરને ઠંડુ પાડવું, વજન ઘટાડવું

09:59 AM Apr 23, 2025 | gujaratpost

હવે ઉનાળાની ગરમી બધાને પરેશાન કરી રહી છે અને આ ગરમીમાં રાહત આપતું અને રોગપ્રતિકારક શક્તિ વધારતું ફળ તાડફળી છે.

 તાડફળી ઉનાળાનું અમૃત

તાડફળીને ગુજરાત અને મુંબઈમાં ગૈલેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળ ઉનાળાની ઋતુમાં રાહત આપે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ જેવા વિસ્તારોમાં આ ફળનો મોટા પાયે ઉપયોગ થાય છે.નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં તાડફળીની નાની-મોટી ગાડીઓ અને દુકાનો જોવા મળે છે, જ્યાં ગ્રાહકો આ ફળ ખરીદવા માટે ઉમટી પડે છે.

Trending :

તાડફળીના ફાયદા
 
તાડફળી માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તાડફળીમાં સોડિયમ અને પોટેશિયમ હોય છે, જે શરીરના પ્રવાહી સ્તરને સંતુલિત રાખે છે. આ ફળ ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા લોકો માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ઉનાળામાં હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓથી બચાવે છે. આ ઉપરાંત તેમાં વિટામિન બી હોય છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે.

તાડફળીમાં રહેલું ફાઇબર કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આ બધા ગુણોને કારણે તેને ઉનાળામાં અમૃત સમાન માનવામાં આવે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)