+

ઉનાળામાં બરફ જેવી દેખાતી આ વસ્તુ અમૃત છે ! તેના ઘણા ફાયદા છે જેમ કે શરીરને ઠંડુ પાડવું, વજન ઘટાડવું

હવે ઉનાળાની ગરમી બધાને પરેશાન કરી રહી છે અને આ ગરમીમાં રાહત આપતું અને રોગપ્રતિકારક શક્તિ વધારતું ફળ તાડફળી છે.  તાડફળી ઉનાળાનું અમૃત તાડફળીને ગુજરાત અને મુંબઈમાં ગૈલેલી તરીકે પણ ઓળખવામાં આવ

હવે ઉનાળાની ગરમી બધાને પરેશાન કરી રહી છે અને આ ગરમીમાં રાહત આપતું અને રોગપ્રતિકારક શક્તિ વધારતું ફળ તાડફળી છે.

 તાડફળી ઉનાળાનું અમૃત

તાડફળીને ગુજરાત અને મુંબઈમાં ગૈલેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળ ઉનાળાની ઋતુમાં રાહત આપે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ જેવા વિસ્તારોમાં આ ફળનો મોટા પાયે ઉપયોગ થાય છે.નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં તાડફળીની નાની-મોટી ગાડીઓ અને દુકાનો જોવા મળે છે, જ્યાં ગ્રાહકો આ ફળ ખરીદવા માટે ઉમટી પડે છે.

તાડફળીના ફાયદા
 
તાડફળી માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તાડફળીમાં સોડિયમ અને પોટેશિયમ હોય છે, જે શરીરના પ્રવાહી સ્તરને સંતુલિત રાખે છે. આ ફળ ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા લોકો માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ઉનાળામાં હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓથી બચાવે છે. આ ઉપરાંત તેમાં વિટામિન બી હોય છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે.

તાડફળીમાં રહેલું ફાઇબર કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આ બધા ગુણોને કારણે તેને ઉનાળામાં અમૃત સમાન માનવામાં આવે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

Trending :
facebook twitter