(નાના,નાની અને મામાનો ફોટો)
અમેરિકાઃ ન્યુજર્સી શહેરના પ્લેનફિલ્ડ વિસ્તારમાં એક ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારી દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ, તેમના પત્ની અને પુત્રની હત્યા કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેમનો ભાણિયો ઓમ બ્રહ્મભટ્ટ છે. લગભગ બે મહિના પહેલા પરિવાર ઓમને પોતાની સાથે ન્યુજર્સી લઈ ગયો હતો.
સુરત અને બીલીમોરામાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા 72 વર્ષીય દિલીપકુમાર બ્રહ્મભટ્ટ નિવૃત્તિ બાદ તેમની પત્ની બિંદુ અને પુત્ર યશકુમાર બ્રહ્મભટ્ટ સાથે અમેરિકાના ન્યૂજર્સીના પ્લેનફિલ્ડ વિસ્તારમાં સ્થાયી થયા હતા. આ પરિવાર વલ્લભ વિદ્યાનગરનો રહેવાસી છે.
દિલીપ ભાઇ પોતે ભાણિયા ઓમ બ્રહ્મભટ્ટને સાથે લઈ ગયા હતા
દિલીપભાઈ બ્રહ્મભટ્ટ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. તેમની પુત્રી રિંકુના લગ્ન વિદેશમાં થયા હતા. ઓમ તેમનો પુત્ર હતો. રિંકુના છૂટાછેડા થઈ ગયા હતા. રિંકુનો ભાઈ યશ બ્રહ્મભટ્ટ અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાયી થયો હતો. દિલીપ ભાઇ દોઢેક મહિના પહેલા ગુજરાત આવ્યાં હતા અને તેઓ ઓમ બ્રહ્મભટ્ટને તેમની સાથે લઈ ગયા હતા. ગત સોમવારે ઓમે 9 એમએમની પિસ્તોલ વડે દિલીપભાઈ, તેમના પત્ની અને પુત્રની ગોળી મારીને હત્યા કરી હતી.
થોડા સમય પહેલા જ ખબર પડી હતી કે ઓમ ડ્રગ્સનો વ્યસની હતો. આ બાબતે તેના નાના-નાની અને મામા તેને ઠપકો આપતા હતા. જેના કારણે ઓમ ગુસ્સામાં હતો. પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે એક દિવસ તે પોતાના જ લોકોના લોહીનો તરસ્યો બની જશે. તેણે પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં તેના મામા યશ, નાના દિલીપભાઈ અને નાની બિંદુ બેનને ગોળી મારી હત્યા કરી હતી. આ અંગે તેણે પોલીસને પણ જાણ કરી હતી. ન્યૂ જર્સી પોલીસે તેની ધરપકડ કરી છે.
પ્લેનફિલ્ડ પોલીસ તપાસ કરી રહી છે
આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો રહે છે. સ્થાનિક પોલીસને ઘરેલુ હિંસા, મારપીટ વગેરેની ફરિયાદો મળતી રહી છે. પ્લેનફિલ્ડ પોલીસ આ ટ્રિપલ મર્ડર કેસની તપાસ કરી રહી છે.
આરોપી ભાણિયાએ સૂતા સમયે ગોળી મારી
આરોપી ઓમ બ્રહ્મભટ્ટે ખુદ પોલીસને ફોન કર્યો, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. ઓમ બ્રહ્મભટ્ટ 23 વર્ષનો છે. ત્રણ લોકોની હત્યા કર્યાં બાદ તેણે ભાગવાનો પ્રયાસ પણ ન કર્યો અને ઘરે બેસીને પોલીસની રાહ જોતો રહ્યો. ત્રણેય લોકો જ્યારે સૂતા હતા ત્યારે તેમને ગોળી મારી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઓમ બ્રહ્મભટ્ટે ગુનામાં વપરાયેલ હથિયાર ઓનલાઈન ખરીદ્યું હતું. તેને મિડલસેક્સ કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે.
( હત્યા કરનાર ભાણિયાનો ફોટો)
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો