+

GST ના બે ક્લાસ-1 અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેવાયા, અન્ય વિભાગોમાં પણ બાબુઓને ઘરભેગા કરતી ભૂપેન્દ્ર પટેલ સરકાર

ગાંધીનગરઃ રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની સરકાર જોરદાર અભિયાન ચલાવી રહી છે, એક તરફ એસીબીની વખાણવા લાયક કામગીરી અને બીજી તરફ અધિકારીઓની ફરજિયાત નિવૃતિ, આજે જીએસટી વિભાગના બે ક્લાસ-1 અધિકારીઓન

ગાંધીનગરઃ રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની સરકાર જોરદાર અભિયાન ચલાવી રહી છે, એક તરફ એસીબીની વખાણવા લાયક કામગીરી અને બીજી તરફ અધિકારીઓની ફરજિયાત નિવૃતિ, આજે જીએસટી વિભાગના બે ક્લાસ-1 અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત કરી દીધા છે, દોલત પરશોત્તમભાઈ નેતા, ડેપ્યુટી કમિશનર (ક્લાસ-1), સેલ્સ ટેક્સ
અને સંજય હસમુખભાઈ ગાંધી, ડેપ્યુટી કમિશનર (ક્લાસ-1), સેલ્સ ટેક્સને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવ્યાં છે, તેમની સામે તપાસ બાદ સરકારે આ નિર્ણય કર્યો છે.

બીજી તરફ ઇજનેરી કેડરમાં ક્લાસ-1 અધિકારી જે.જે. પંડ્યા, સહકારી કેડરમાં ક્લાસ-1 મનોજ એસ. લોખંડે, TDO બી.બી.સોલંકી, 3 પોલીસ ઇન્સ્પેક્ટરો મળીને કૂલ 9 અધિકારીઓને થોડા જ દિવસમાં ઘરભેગા કરી દેવામાં આવ્યાં છે.

ગોંડલમાં ફરજ બજાવતા હથિયારી PI એફ.એમ.કુરેશી, અમદાવાદમાં ફરજ બજાવતા બિનહથિયારી PI ડી.ડી.ચાવડા અને બિનહથિયારી PI આર.આર.બંસલને ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યાં છે.

સરકાર દ્રારા ભ્રષ્ટ બાબુઓ સામે મોટી કાર્યવાહી કરાઇ રહી છે, હજુ પણ અનેક અધિકારીઓને આવી રીતે ઘરભેગા કરવાનું ભૂપેન્દ્ર પટેલ સરકારનું આયોજન છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter