તેના બે સાથીઓને પણ એસીબીએ ઝડપી લીધા
અમદાવાદ: ACB લાંચીયા લોકો સામે સતત કામગીરી કરી રહ્યું છ. તેમ છતાં કેટલાક આ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યાં, અમદાવાદમાંથી સરકાર માન્ય લાયસન્સી સર્વેયર સહિત 3 લોકો રૂપિયા 5 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.
ફરિયાદીના બહેનની જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવા માટે આ કામના ફરિયાદીએ ગૌતમ ભરતભાઇ યાજ્ઞીક (સરકાર માન્ય લાયસન્સી સર્વેયર ડી.આઇ.એલ.આર. કચેરી, ભીમજીપુરા, વાડજ, અમદાવાદ)નો સંપર્ક કરતા તેઓએ KJP દુરસ્તી સુધારો કરવાના અવેજ પેટે ડી.આઇ.એલ.આર. કચેરી ખાતે વ્યવહાર કરવો પડશે તેમ કહી રકજકના અંતે રૂપિયા 5 લાખનો વ્યવહાર નક્કી કરી લાંચની માગણી કરી હતી. જે લાંચની રકમ તેઓ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. લાંચના છટકા દરમિયાન ગૌતમ ભરતભાઈ યાજ્ઞિકે લાંચના નાણાં નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયા ને આપવા જણાવતા તેઓ તેમને મળ્યાં હતા. નવગણસિંહ ડોડીયા તથા મનિષ ધીરૂભાઇ પગી, ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારતા ઝડપાયા હતા.
ટ્રેપનું સ્થળ: બોપલ આંબલી ચાર રસ્તાની ડાબી બાજુએ આવેલ હોન્ડા શો રૂમની આગળ, અમદાવાદ
ટ્રેપીંગ અધિકારી: એમ.એમ.સોલંકી
પોલીસ ઈન્સ્પેક્ટર,ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે.
મદદમાંઃ ડી.એ.ચૌધરી,
પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી: એ.કે.પરમાર,
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી.એકમ